રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,000 થી વધુ લોકોએ આપી કોરોના ની મ્હાત, સાથે જ અહીં છે ભારતના આંકડા

કોરોના

કોરોના : ભારતમાં વધતા જતા કેસના કારણે કુલ પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને નજીક પહોંચવા આવ્યો છે, તો સાથે જ 95,000થી વધુ લોકો રિકવરી મેળવી ચુક્યા છે. ગુજરાતમાં પણ કોરોનામાંથી રિકવર થયેલા લોકોનો આંકડો હવે 11,000ને વટી ચુક્યો છે, ત્યારે ચાલો જાણીએ આજ સુધીની કોરોનાની સ્થિતિ વિશે.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 2જી જૂન, 2020
  • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,98,706 (નવા 8,171 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 97,581
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 95,527 (વધુ 3,708 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 5,598 (વધુ 204 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતમાં તા.2જી જૂન સુધીમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશે વાત કરીએ તો જણાય છે કે, ભારતની માફક ગુજરાતમાં પણ કોરોનાથી સાજા થઈને ઘરે પરત ફરેલા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. આ સાથે જ અહીં રાજ્યના બીજા કોરોના સંબંધિત આંકડા આપ્યા છે, ટેબ વિશે જાણીએ.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 2જી જૂન, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 17,632 (નવા 415 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,646
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 11,894 (વધુ 1,114 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,092 (વધુ 29 લોકોના મૃત્યુ થયા.)

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ.

  • તારીખ: 2જી જૂન, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 29
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 5
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 24
  • મૃત્યુઆંક: 0

Also Read : All India Open Mountaineering Girnar Competition