જૂનાગઢ માં સૌપ્રથમ વખત ઉજવાઇ રહ્યો છે ‘આવકવેરા દિવસ’, જાણો‘આવકવેરા દિવસ’ વિશેની જાણી-અજાણી વાતો…

જૂનાગઢ

જૂનાગઢ : આવકવેરાની પરંપરા દેશમાં કેવી રીતે શરૂ થઈ? દેશમાં આ ખ્યાલ કેવી રીતે વિકસિત થયો અને તેને કોણે લાગુ કર્યો, તે અંગેના કેટલાય સવાલો આપણાં મનમાં થતાં હોય છે, ખરુંને! તો ચાલો આપણે આજે જાણીએ કે, ભારતમાં આવકવેરાની કેવી રીતે શરૂઆત થઇ અને તે પ્રથા આગળ કેવી રીતે ચાલી…

જૂનાગઢ

જેમ્સ વિલ્સને ભારતમાં પ્રથમ વખત વર્ષ 1860માં આવકવેરાનો કાયદો દાખલ કર્યો. જેને કારણે મોટો વિવાદ થયો હતો. વિલ્સને આ અંગે તરફેણમાં દલીલ આપતા કહ્યું હતું કે,’બ્રિટીશ સરકાર ભારતીયોને વ્યવસાય કરવા માટે સલામત વાતાવરણ પૂરું પાડે છે, તેના બદલામાં આવકવેરાના સ્વરૂપમાં ફી વસૂલ કરવી એક ન્યાયી પગલું છે.’ અંગ્રેજોને જે તે લડાઈનો સામનો કરવા ભારે સંસાધનોનો ઉપયોગ કરવો પડતો. જે ખર્ચને પહોંચી વળવા આવકવેરા ધારો લાવીને અંગ્રેજોને ભારે રાહત આપી હતી. જે પછી વિલ્સનના બજેટે ભારતને નાણાકીય શાસનનું એક મહત્વપૂર્ણ સાધન આપ્યું હતું.

જૂનાગઢ

19મી સદીમાં રાજકીય અર્થશાસ્ત્રના ઉદાર વિચારોએ લીન-ફેરને ટેકો આપ્યો હતો, પરંતુ તેઓએ અર્થતંત્રમાં સરકારી હસ્તક્ષેપ અપનાવ્યો અને કરવેરામાં વધારો કર્યો હતો. વિલ્સનના બજેટે ભારતને નાણાકીય શાસનનું એક મહત્વપૂર્ણ સાધન આપ્યું હતું, પરંતુ તે આવકવેરા કાયદાના કામદારો તેમજ જમીનદારોના માર્ગમાં આવ્યું ન હતું. જેમ્સ વિલ્સને ભારતમાં પ્રથમ વખત વર્ષ 1860માં આવકવેરાનો કાયદો લાવ્યો હતો.

24 જુલાઇને ‘આવકવેરા દિવસ’ના રૂપમાં મનાવવામાં આવે છે, કારણ કે આ વેરો પહેલી વખત વર્ષ 1860માં આ દિવસે એક શુલ્કના રૂપમાં ઉઘરાવવાની શરૂઆત થઈ હતી અને તેને લગાવવાનો અધિકાર એજ વર્ષે 24મી જુલાઇના રોજ લાગુ કરવામાં આવ્યો હતો.

જૂનાગઢ

આપણાં જૂનાગઢમાં આવકવેરા કચેરી દ્વારા આવતીકાલે તા.24 જુલાઇના રોજ ઇન્કમટેક્ષ ડે ની ઉજવણીનાં ભાગરૂપે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું છે. જોઇન્ટ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ આવક વેરા કચેરીના કર્મચારીઓ દ્વારા આ ઉજવણીના ભાગરૂપે ગઇકાલે તા.22મી જુલાઇના રોજ વૃક્ષારોપણ, સ્વચ્છતા અભિયાન અંતર્ગત આવકવેરા કચેરીની સાફ સફાઇ કરવામાં આવી હતી.

વધુમાં આ ઉજવણી અંતર્ગત વિવિધ સ્થળે સ્વચ્છતા જાગૃતિના બેનરો લગાવવા, લોકોને આવકવેરાની માહિતી આપવી તેમજ આવકવેરા સલાહકાર તેમજ ચાર્ટર એકાઉન્ટન્ટ સાથે મીટીંગનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ જિલ્લો, ગિર સોમનાથ જિલ્લો અને દિવની જનતાને સહયોગ આપવા અપિલ કરાઇ છે. આપણાં જૂનાગઢમાં આ વખતે સૌપ્રથમ વખત ‘આવકવેરા દિવસ’ની ઉજવણી થઈ રહી છે.

Also Read : રસ્તાઓ પર આપણું વાહન ધીમે ચલાવી દુર્ઘટના ટાળીએ.