ગિરનાર સ્પર્ધાની તારીખ બદલીને 13 જાન્યુઆરી કરવામાં આવી- જાણો કારણ

આપણા જૂનાગઢમાં આવેલો ગિરનાર પર્વત જ્યારે ચઢવો પણ કપરો બને છે ત્યારે તેને મર્યાદિત સમયમાં ચડી-ઉતરીને કરવામાં આવતી ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા દરવર્ષે યોજાતી હોય છે. વર્ષ 2018માં આ સ્પર્ધા તારીખ 6, જાન્યુઆરી, 2019 ના રોજ યોજવાનું જાહેર થયું હતું. પરંતુ અમુક કારણોસર એ સ્પર્ધાની તારીખમાં બદલાવ કરવામાં આવ્યો છે.

ગિરનાર
આગામી જાન્યુઆરી માસમાં તારીખ 6 જાન્યુઆરીએ ગિરનાર સ્પર્ધાનું આયોજન થવાનું હતું. ગુજરાત સરકાર દ્વારા 2, ડિસેમ્બરના રોજ યોજાયેલી લોકરક્ષક દળની પરીક્ષાના પેપર ફૂટી જવાથી આ પરીક્ષા આપાતકાલીન સંજોગોમાં રદ્દ કરવામાં આવી હતી. જે પરીક્ષા હવે ફરીથી લેવાનો નિર્ણય કરાયો છે ત્યારે ગુજરાત સરકારે આ પરીક્ષા તા. 6 જાન્યુઆરી, 2019ના રોજ લેવાનો નિર્ણય કર્યો છે.

ગિરનાર

સમસ્યા એ છે કે તારીખ 6 જાન્યુઆરીના રોજ લોકરક્ષક દળની પરીક્ષા પણ છે અને આ જ તારીખે ગિરનાર સ્પર્ધા પણ આયોજિત થઈ હતી. ત્યારે ઘણા એવા સ્પર્ધકો હોય છે જે બંને જગ્યાએ ઉમેદવારી મેળવવા ઇચ્છતા હોય છે. તેથી સરકારે તેના હિત માટે ગિરનાર સ્પર્ધાની તારીખ બદલવાનો નિર્ણય કર્યો છે.

ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ નિર્ણય અંતર્ગત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા આગામી તારીખ 13, જાન્યુઆરી, 2019ના રોજ યોજાશે. જેથી કરીને સ્પર્ધકોને તેની નોંધ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે નિયત પ્રવેશપત્ર જિલ્લા રમત ગમત કચેરી, સરદાર બાગ, જૂનાગઢ ખાતેથી અથવા નીચે જણાવેલી લિંક પરથી મેળવી તા. 3, જાન્યુઆરી સુધીમાં પરત કરવાના રહેશે.

પ્રવેશપત્ર ઓનલાઈન મેળવવા માટે : http://www.girnarcompetitions.com/WebSite/Downloads/Pages/

Also Read : ભારત પાકિસ્તાન મેચ દરમિયાન સૈફ સાથે ચીયર્સ કરતી યુવતીનો વિડ્યો થયો વાયરલ, જાણો કોણ છે આ યુવતી…