VTV Show : શરૂ થશે ગુજરાતનો અત્યાર સુધીનો સૌથી મોટો રિયાલિટી શો! જે તમને બનાવશે કરોડપતિ..

VTV Show

VTV Show : કૌન બનેગા કરોડપતિ રિયાલિટી શો જેવોજ એક રિયાલિટી શો આપણાં ગુજરાતમાં શરૂ થવા જઈ રહ્યો છે. જેનું નામ છે; ‘સવાલોના સવા કરોડ’. ગુજરાતના લોકો માટે ગુજરાતી ભાષામાં આ સૌપ્રથમ મોટો રિયાલીટી શો છે. જેના બધા સવાલ-જવાબ ગુજરાતી ભાષામાં હશે. આ શોના હોસ્ટ તરીકે ગુજરાતના જાણીતા કલાકાર સિદ્ધાર્થ રાંદેરીયા હશે. આ શો VTV ગુજરાતી ચેનલ પર સાંજે 9:30 થી 10:30 કલાકે પ્રસ્તુત કરવામાં આવશે.

VTV Show

કોઈપણ ભારતના નાગરીક અને સારી રીતે ગુજરાતી ભાષાના જાણકાર હોય અને તેમની ઉંમર 2020 પૂર્ણ થતા 16 વર્ષ કે તેથી વધુની હોય તે લોકો આ શોમાં ભાગ લઇ શકે છે. જેના માટે સાવ સરળ નિયમો ઘડવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા ગત તા.17 જાન્યુઆરીથી રજીસ્ટ્રેશન લાઇન ઓપન કરવામાં આવી છે. જે 4 ફેબ્રુઆરી 2021 સુધી ખુલ્લી રહેશે. શોમાં ભાગ લેવા માટે તમારે www.sscgujarat.com પર લોગઇન કરી અથવા SSC Gujarat એનરોઇડ અને iOS એપ્લીકેશન પર રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. જ્યારે તમે વેબસાઇટ અથવા એપ્લીકેશન પરથી રજીસ્ટ્રેશન કરાવો છો, ત્યારે તમને એક રજીસ્ટ્રેશન ID તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અથવા ઇ-મેઇલ દ્વારા મળશે. જે ભવિષ્યમાં આગળના રાઉન્ડમાં આગળ વધવા માટે ઉપયોગી બનશે.

VTV Showરજીસ્ટ્રેશન પૂર્ણ થઇ ગયા બાદ તેમના 7 દિવસમાં શોમાં આગળ વધવા માટેની પ્રક્રિયા તમારા રજીસ્ટર મોબાઇલ નંબર અને મેઇલ એડ્રેસ તેમજ એપ્લીકેશન પર નોટીફીકેશન આપવામાં આવશે. એમ છતાં તેમની વધુ માહિતી માટે www.sscgujarat.com ની વેબસાઇટ પર તેના નીતિનિયમો વિગતવાર આપેલા છે, જેના પરથી જાણી શકાશે.

VTV Showઆ શો કૈંક આવી રીતે રમાશે..

• આ શોના પ્રતિસ્પર્ધીઓને સામાન્ય જ્ઞાનના 4 સવાલ-જવાબની પ્રશ્નોતરી આપવામાં આવશે. તેમાં ઓછા સમયમાં અને સૌથી વધુ સાચા પ્રશ્નોના ઉત્તર આપવાવાળા વ્યક્તિ આગળના રાઉન્ડ સુધી પહોંચશે.
• આ સામાન્ય જ્ઞાનના સવાલોના જવાબો આપી રૂ.11,111 થી લઇને 1,25,00,000 કરોડ સુધીના રૂપિયા જીતવા માટેનો મોકો મળશે. શોમાં 1A, 1B, 1C, 2A, 2B, 3A, 3B ક્વાટર ફાઇનલ, સેમી ફાઇનલ અને ફાઇનલ સુધીના 10 રાઉન્ડ હશે.
• શોમાં જે લોકો રાઉન્ડ 1A સુધી પહોંચે છે, તેમને રૂ. 11,111, રાઉન્ડ 1B સુધી પહોંચે છે, તેમને રૂ. 22,222, રાઉન્ડ 1C સુધી પહોંચે છે તેમને રૂ. 33,333 મળશે.
• જે લોકો રાઉન્ડ 2A સુધી પહોંચે છે, તેમને રૂ. 55,555, રાઉન્ડ 2B સુધી પહોંચે છે તેમને 1,11,111 મળશે.
• જે લોકો રાઉન્ડ 3A સુધી પહોંચે છે, તેમને રૂ.2,22,222, રાઉન્ડ 3B સુધી પહોંચે છે તેમને 4,44,444 મળશે.
• જે લોકો ક્વાટર ફાઇનલ સુધી પહોંચે છે, તેમને રૂ. 8,88,888 મળશે.
• જે ફાઇન રાઉન્ડ સુધી પહોંચે છે, તેમાં રનર્સઅપને 50,99,999 મળશે, તેમજ ફાઇનલ વિજેતાને રૂ. 1,25,00,000 કરોડ મળશે.

VTV Show

આ ઉપરાંત જે લોકો ઘરે બેસીને શો નિહાળતા સવાલોના જવાબ આપશે, તે લોકોને ડેઇલી માલામાલ કોન્ટેસ્ટ હેઠળ દરરોજ 50 વ્યક્તિને રૂ.5,555 મળશે. આ શો રીલેટેડ કોઇપણ પ્રકારની માહિતી મેળવવી હોય તો ટોલ ફ્રી નંબર: 0806 888 0000 અથવા contact@tanviproductions.com પર કોન્ટેક્ટ કરવો.

Also Read Ahmedpur Mandvi Beach