Junagadh News : સામાન્ય માણસ માટે નવા વર્ષમાં એક ઉપહાર કહી શકાય તેવા ફેરફારો સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. તા. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરીની મધ્યરાત્રીથી GSTના નવા દર લાગુ કરાયા છે. જેનાથી ઘણી બધી ચીજવસ્તુઓની કિંમતમાં ફેરફારો જણાયા છે.
01.સબસિડી વગરના ઉપભોક્તા માટે એલપીજી સિલિન્ડરની કિંમત રૂપિયા 120.50, જ્યારે સબસીડીવાળા ઉપભોક્તા માટે રૂપિયા 5.91 કિંમત ઘટાડવામાં આવી છે.
- તા. 1 જાન્યુઆરી, 2019થી GST માટે પણ નવા દરો લાગુ કરવામાં આવ્યા. મૂવી ટિકિટ, ટીવી અને મોનિટર સ્ક્રીન, ટ્રાન્સમિશન શાફ્ટ અને ક્રેન્ક, ગિયર બોક્સ, રિટ્રેડ કે ઉપયોગમાં આવેલા ટાયર્સ, લીથીયમ આયન બેટરીના પાવર બેંક, ડિજિટલ કેમેરા, વિડીયો કેમેરા રેકોર્ડર, વિડીયો ગેમ્સ કન્સોલ્સ અને એ સિવાય ઘણી ચીજવસ્તુઓ સસ્તી થઈ.
3.નવા વર્ષના પહેલા દિવસે જ ઇંધનની કિંમતમાં 19 પૈસા અને ડિઝલમાં 20 પૈસાનો ઘટાડો જોવા મળ્યો. પેટ્રોલનો ભાવ વર્ષ 2018ની 1 જાન્યુઆરી કરતાં 1 રૂપિયો ઓછો જણાઈ રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં પેટ્રોલમાં લગભગ 15 રૂ. તથા ડિઝલમાં 13 રૂ.નો ભાવ ધટાડો થયો હતો.
#TeamAapduJunagadh