Forest Department – ધગધગતા તાપની વચ્ચે તરસ્યા પશુઓ માટે વન વિભાગ કરી રહ્યું છે આ પ્રકારની ખાસ કામગીરી!

Forest Department : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જ્યારે માનવ જીવન અકળામણ અનુભવી રહ્યું છે, ત્યારે ચોતરફ પાણી માટે પોંકાર ઉઠી રહ્યો છે. જેની વચ્ચે માનવી તો પાણી માટે અનેક પ્રકારની વ્યવસ્થા ઊભી કરવા સક્ષમ છે, પરંતુ આ ધમધોખતા તાપની વચ્ચે પોતાના પેટની ભૂખ ઠારવા ખોરાકની શોધમાં વિચરતા ગિરનાર અભ્યારણ્ય વિસ્તારના રખડતા પશુ-પંખીઓ પણ પાણી વિના ટળવળતા હોય છે. ત્યારે ઉનાળાના દિવસોમાં જૂનાગઢ વન વિભાગ દ્વારા પીવાના પાણી અંગેનો માસ્ટર પ્લાન શરૂ કરી દેવામાં આવ્યો છે. જે સાથે જ મૂંગા પશુઓના અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવી રહ્યા છે.Forest Department

દર વર્ષે ઉનાળાના દિવસોમાં માનવમાત્ર તેમજ જીવમાત્રને પાણીની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. પશુ-પક્ષી હોય કે માનવ પીવાનું પાણી તો સર્વેને પાયાની જરૂરીયાત બનતું હોય છે. જે દરમિયાન મૂંગા પશુઓની હાલત ખૂબજ ખરાબ થતી હોય છે, ત્યારે ઉનાળાના દિવસોને લઈને વનવિભાગ દ્વારા પીવાના પાણીના સ્ત્રોત માટે માસ્ટર પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે અને તેની અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે.

Forest Department

ગિરનાર વન્ય પ્રાણી અભયારણ્ય 17 હજાર હેક્ટર વિસ્તારમાં ફેલાયેલ છે. જેમાં હાલ 50થી વધારે સિંહ, તેમજ સાબર, ચિત્તલ, નીલગાય, ઝરખ સહિતના સંખ્યાબંધ પ્રાણીઓ તેમજ પક્ષીઓ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. આ મૂંગા જીવોને પીવાના પાણીની મુશ્કેલી ન પડે અને 500 મીટરની મર્યાદામાં તેઓને પીવાનું પાણી મળી શકે તેવી સુંદર મજાની વ્યવસ્થા કરવામાં આવી છે. વન વિસ્તારમાં પાણી માટેના 100થી વધુ પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા છે, આ ઉપરાંત કેટલાક કુદરતી સ્ત્રોત પણ ત્યાં આવેલા છે. તેમજ વન વિસ્તારમાં 15 જેટલી પવનચક્કીઓ છે, તેમજ 85 જેટલા સ્ત્રોતમાં પાઇપલાઇન અને ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે.

દર વર્ષે મૂંગા પ્રાણીઓ અને પક્ષીઓ માટે પાણીની ખાસ વ્યવસ્થા માટે માસ્ટર પ્લાન ઉભા કરવામાં આવે છે. આ વર્ષે પણ આ કામગીરી શરૂ કરવામાં આવી છે. વન વિસ્તારમાં આવેલા કુંડા કે પાણીના સ્ત્રોતની સફાઈ કરીને તેમાં નવું પાણી ભરવામાં આવી રહ્યું છે. ત્યારે જંગલ વિસ્તારમાં વિહરતા તમામ પ્રાણીઓ અને પક્ષીઓને પાણીની મુશ્કેલી ન થાય તેવી વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

#TeamAapduJunagadh

Also Read : Narsinh Mehta Jayanti : ભક્ત કવિશ્રી નરસિંહ મહેતાએ કઇંક આ રીતે કરી હતી કઠિન ભક્તિયાત્રા