Financial Year : નવા નાણાકીય વર્ષમાં થયા આવા ધરખમ ફેરફારો: નવું મકાન ખરીદવું સસ્તું થશે,બેંકો થશે મર્જ!!

Financial Year : આજથી શરૂ થયેલા નવા નાણાકીય વર્ષમાં અનેક નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. ટેક્સમાં રાહત સહિત કુલ સાત નવા ફેરફારોની સામાન્ય માણસો પર સીધી અસર પડશે. નવું ઘર ખરીદવું સસ્તું બનશે, કાર ખરીદવી મોંઘી થશે. રૂપિયા દોઢ લાખ સુધીની આવક ઉપર ટેક્સ નહીં લાગે. બેંક, પોસ્ટઓફિસમાં જમા ઉપર 40 હજાર સુધીનું વ્યાજ પણ કરમુક્ત બનશે. બેંક MCLRના બદલે હવે RBIના રેપોરેટના આધારે લોન આપશે. રેપો ઘટતા જ બેંકોના વ્યાજદરોમાં ઘટાડો થશે. જીએસટી કમિટી અંડર કન્સ્ટ્રક્શન દર ઘટાડીને 1 ટકા અને અન્ય વર્ગના મકાનો ઉપર 5 ટકા કરી દીધો છે. આ દર 1 એપ્રિલથી લાગુ થઈ ગયા છે. આવો જાણીએ વધુ ફેરફારો વિશે…

Financial year 2019

રેલવે બે ટ્રેનોની યાત્રા કરવા ઉપર સંયુક્ત પીએનઆર આપશે. એક ટ્રેન લેટ થવાથી કનેક્ટિંગ ટ્રેન છૂટી જશે તો, પૈસા રિફંડ મળશે. કોઈપણ રેલવે યાત્રી ટ્રેનના છૂટવાના સમયના ચાર કલાક પહેલા પોતાના બોર્ડિંગ સ્ટેશન બદલી શકશે. એટલે કે યાત્રી ચાર્ટ બનતા પહેલા પોતાનું સ્ટેશન બદલી શકશે. આ નવા નિયમોનો ફાયદો જનરલ અને તત્કાલ બંને ક્વોટા હેઠળ રિઝર્વેશન કરાવનારને મળશે.

Financial Year

અનેક મોટરકાર નિર્માતા કંપનીઓએ પોતાના વિભિન્ન મોડલની કિંમત વધારવાની જાહેરાત કરી છે. તેમાં ટાટા, મહિન્દ્રા, નિશાન, રેનોલ્ટ, ટોયોટા વગેરે કંપનીઓ સામેલ છે. ટાટાની મોટરકારો રૂપિયા 25 હજાર સુધી મોંઘી થઈ જશે.

બે સરકારી બેંકો એટલે કે, દેના બેન્ક અને વિજયા બેન્કનો વિલય બેંક ઓફ બરોડામાં લાગુ થઈ ગયો છે. દેના બેન્ક અને વિજયા બેંકની તમામ શાખાઓ હવે બેંક ઓફ બરોડાની શાખા તરીકે કામ કરશે. વિલયની યોજના હેઠળ વિજયા બેંકના શેરધારકોને પ્રત્યેક 1000 શેરના બદલે બેંક ઓફ બરોડાના 402 શેર મળશે, જ્યારે દેના બેંકના શેરધારકોને પ્રત્યેક 1000 શેરના બદલે બેંક ઓફ બરોડાના 110 શેર મળશે.

#TeamAapduJunagadh

Also Read : કાન્સ ફેસ્ટિવલમાં ઐશ્વર્યાએ તેનાં લુકથી સૌ કોઈને બનાવી દીધા તેનાં દિવાના, દિપીકા-પ્રિયંકાને આપી ટક્કર…જુઓ તસવીરો અને વીડિયો…