કોરોના : દેશમાં હવે કોરોનાના કેસમાં દરરોજ ધરખમ વધારો થઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસ 6 લાખ 50 હજાર થવા આવ્યા છે. જો કે સામે રિકવર થતાં લોકોની સંખ્યા પણ મોટા પ્રમાણમાં નોધતી હોવાથી દેશમાં થોડે ઘણે અંશે રાહત વર્તાઇ રહી છે. આ સાથે જ દેશમાં અને ગુજરાતમાં કોરોનાની શું સ્થિતિ છે, તેના પર પ્રકાશ પાડીએ.
સૌ પ્રથમ તો ગુજરાતના કોરોનાના આકડા વિષે ચર્ચા કરીએ, તો જણાઈ છે કે ગુજરાતમાં પણ ગઇકાલે અત્યાર સુધીના સૌથી વધુ 687 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેની સાથે જ રાજયમાં ગઇકાલ તા.3જી જુલાઇના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 34 હજારને પાર થઈ ચૂકી છે, આ સાથેની રાજ્યની કોરોનાની સ્થિતિ કઈક આ મુજબ છે.
ગુજરાતની કોરોના સંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)
- તારીખ: 3જી જુલાઇ, 2020 (શુક્રવાર)
- સમય: સાંજે 5 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 34,686 (નવા 687 કેસનો ઉમેરો થયો.)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 24,941(વધુ 340 લોકો રિકવર થયા.)
- મૃત્યુઆંક: 1,906 (વધુ 18 લોકોનું દુઃખદ અવસાન થયું.)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 7,839
ગુજરાતની કોરોનાની સ્થિતિ જાણ્યા બાદ હવે ભારતના કોરોનાના આકડા પર નજર કરીએ. દેશમાં પણ ગઇકાલે અત્યાર સુધીના સૌથી વધુ 22 હજારથી વધુ પોઝિટિવ કેસ આવ્યા છે. આ સાથેની દેશની કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.
ભારતની કોરોના સંબંધિત માહિતી:
- તારીખ: 4થી જુલાઇ, 2020 (શનીવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 6,48,315 (નવા 22,771 કેસનો ઉમેરો થયો.)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 3,94,227 (વધુ 14,335 લોકો રિકવર થયા.)
- મૃત્યુઆંક: 18,655 (વધુ 442 લોકોનું દુઃખદ અવસાન થયું.)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 2,35,435
આમ, દેશમાં હાલ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 6 લાખ 48 હજારથી વધુ છે અને તેમાથી 3 લાખ 94 હજારથી વધુ લોકો સાજા થઈને ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે.
Also Read : “જૂનાગઢ મહાનગર પાલિકા દ્વારા શહેરી વિકાસ ને લગતા કામ નું પ્રારંભ”