થોડા દિવસો પહેલા જૂનાગઢ જિલ્લામાં એકપણ કોરોના વાઇરસનો પોઝીટીવ કેસ નોંધાયેલ નહોતો, પરંતુ આજ તા.19મી મેના રોજ જૂનાગઢમાં 10થી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ થઈ ચૂક્યા છે. અહીં જૂનાગઢમાં ક્યાં કેટલા કેસ નોંધાયા તેની એક તવારીખ આપેલી છે, જેની માહિતી મેળવીએ.
જૂનાગઢ જિલ્લામાં આજ તા.19મી મે સુધીમાં કુલ 11 પોઝીટીવ કેસ નોંધાયેલા છે. તેમાંથી કેટલા દર્દીઓ હાલ એક્ટિવ છે અને કેટલા લોકો કોરોના વાઇરસથી સાજા થઈ ચુક્યા છે, તેની માળખાગત માહિતી નીચે મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી: (તારીખ: 19મી મે, 2020 (મંગળવાર)
- સમય: સવારે 10:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 11
- કુલ એક્ટિવ કેસ: 9
- કુલ રિકવર થયેલા દર્દીઓ: 2
જૂનાગઢમાં કોરોનાનો પ્રથમ કેસ તા.5મી મેના રોજ ભેસાણ ખાતેથી 2 આરોગ્ય કર્મીઓનો નોંધાયો હતો. ત્યારબાદ તા.10મી મેના રોજ જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળના વોર્ડ નંબર-13 એટલે કે મધુરમ વિસ્તારમાં રહેતા એક 24 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો અને તેના બીજા જ દિવસે એટલે કે તા.11મી મેના રોજ જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતેથી વધુ એક યુવાન કોરોના પોઝીટીવ જણાયો હતો.
ત્યાર બાદ ફરી કોરોનાએ માથું ઊંચક્યું અને તા.16મી મેના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના પ્રેમપરા ગામના 15 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. એ જ દિવસે જૂનાગઢના માળીયા ખાતેથી પોલીસ સ્ટેશનમાં લાઇ જવાયેલા 60 વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો અને કુલ પોઝીટીવ કેસની સંખ્યા 6 થઈ ચૂકી હતી.
તા.17મી મેના રોજ, પ્રેમપરા ગામે જે યુવાન કોરોના સંક્રમિત થયો હતો, તેના માતાપિતા અને મુંબઇથી તેની સાથે સફર કરીને પોતાના વતન આવેલા બરડીયા ગામના એક આધેડ વયના પુરુષનો કોરોના રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો હતો અને તેના પછી ગઈકાલે એટલે કે તા.18મી મેના રોજ ભેંસાણ પાસેના રાણપુર ગામની બે 35 વર્ષીય મહિલાઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેથી હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઇરસના કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા 11 થઈ ચૂકી છે.
આ સમયગાળા દરમિયાન તા.11મી મેના રોજ સવારે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ભેસાણ ખાતેથી નોંધાયેલા બન્ને કોરોના પોઝીટીવ દર્દીઓની તબિયત સુધરી જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જે જૂનાગઢ માટે એક સુખદ સમાચાર રહ્યા હતા.
સાથોસાથ અહીં ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ.
ગુજરાતની કોરોના સબંધિત માહિતી:
- તારીખ: 19મી મે, 2020(મંગળવાર)
- સમય: સવારે 10:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા: 11,746
- કુલ એક્ટિવ કેસ: 6,248
- કુલ રિકવર થયેલા દર્દીઓ: 4,804
- કુલ મૃત્યુઆંક: 694
ગુજરાત બાદ હવે સમગ્ર ભારતમાં કોરોનાની શુ સ્થિતિ છે, તેના વિશે થોડી માહિતી મેળવીએ
- તારીખ: 19મી મે, 2020(મંગળવાર)
- સમય: સવારે 10:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ દર્દીઓની સંખ્યા: 1,01,139
- કુલ એક્ટિવ કેસ: 58,802
- કુલ રિકવર થયેલા દર્દીઓ: 39,174
- કુલ મૃત્યુઆંક: 3,163
Also Read : Dr. Subhash Technical Campus કેહવાઈ છે કે લોકો ની મદદ કરી ને અનન્ય આનંદ મળે છે.