Bliss Academy : ધો.11 Sci. માં એડમિશન લેતા પહેલાં, જાણીએ જૂનાગઢની આ એકેડેમી વિશે

Bliss Academy : ચિત્તાની માફક દોડી રહેલા આજના ઝડપી યુગમાં અભ્યાસનું મહત્વ પણ દિવસેને દિવસે વધતું જાય છે. ત્યારે વિદ્યાર્થીઓને પોતાની કારકિર્દી અને વાલીઓને પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય અંગે ખુબજ ચિંતા રહે છે. આ ઉપરાંત ઘણાં વિદ્યાર્થીઓ આપણાં જૂનાગઢ શહેરમાં યોગ્ય શિક્ષણ નહીં મળે, તેવા નિરર્થક વિચારોને કારણે અન્ય શહેરોમાં જવાનું વિચારતા હોય છે, પરંતુ તેમના બહાર જવાથી તેમની કારકિર્દી યોગ્ય રીતે ઘડાશે કે કેમ તેવા અનેક પ્રશ્નો આડે આવીને ઊભા રહે છે. Bliss Academy

મોટા શહેરોમાં જઈને શિક્ષણ મેળવવાની ઘેલછામાં ક્યારેક વિદ્યાર્થી પોતાની જીંદગીનો અભ્યાસકાળ એમજ વેડફી નાખતા હોય છે. એટલુંજ નહીં પરંતુ બહાર જવાના લીધે વિદ્યાર્થીઓ અને વાલીઓ વચ્ચે અંતર સર્જાતા તેની સીધી અસર વિદ્યાર્થીના ભાવિ પર પડવાની સંભાવના વધી જતી હોય છે. વિદ્યાર્થીઓના HSCના વર્ષને તેમજ બોર્ડની પરિક્ષાને મહત્વની ગણવામાં આવે છે. એની વચ્ચે દરરોજ બહારનું જમવાનું, પૂરતી ઊંઘ ન થવી અને બીજું બાહ્ય વાતાવરણ તેમના આ અભ્યાસમાં ખલેલ પહોંચાડી શકે છે. બીજું એક કારણ એ પણ હોય શકે કે, સામાન્ય વર્ગના વાલીઓ બહારના ખર્ચાળ અભ્યાસનો બોજ ઉઠાવી શકતા નથી. જેને કારણે વિદ્યાર્થીઓ યોગ્ય શિક્ષણ મેળવી પોતાની કારકિર્દી ઘડી શકતા નથી…

પરંતુ હવે વિદ્યાર્થીઓએ કે વાલીઓએ ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી, કારણ કે આપણાં જૂનાગઢમાં વર્ષ 1999 થી કાર્યરત Bliss Academy માં ધોરણ 11 અને 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી બંને માધ્યમોમાં ઉત્તમ શિક્ષણ આપવામાં આવે છે. ડો.નકુમ સર અને વાગડિયા સર વિજ્ઞાન પ્રવાહના અઘરા કહેવાતા વિષયોને એકદમ સરળ બનાવી વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ પરિણામ લાવવા મદદ કરે છે. એટલું જ નહીં Bliss Academy માં વિજ્ઞાનપ્રવાહની મહત્વની પરીક્ષાઓ NEET & JEE ને સહેલાઇથી પાસ કરવા વિદ્યાર્થીઓને સ્પેશિયલ કોચિંગ આપવામાં આવે છે.

Bliss Academy ની સફળતા એટલે વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ અને કારકિર્દી જ છે. અત્યાર સુધીમાં 4000+ વિદ્યાર્થીઓના જીવન ઘડતરમાં Bliss Academy એ મહત્વનો ભાગ ભજવ્યો છે. વિશેષ વર્ષ 2018માં Bliss Academy ના 96 વિદ્યાર્થીઓમાંથી 31 વિદ્યાર્થીઓએ NEET પાસ કરીને MBBS માં પ્રવેશ મેળવેલો. Bliss Academy આ વર્ષે આપી રહી છે, ધોરણ 10ના પરિણામ પહેલાં જ એડમિશન મેળવવાની સૂવર્ણ તક. 11 Sci. ની ગુજરાતી અને અંગ્રેજી માધ્યમની એક-એક સ્ટાર બેચ કરવાની હોવાથી સ્ટાર વિદ્યાર્થીઓની પસંદગી માટે ટેલેન્ટ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની વિગતો નીચે મુજબ છે…

તારીખ:         23, માર્ચ, 2019 (શનિવાર)
સમય:          સવારે 9 થી 12 વાગ્યા સુધી
સરનામું:       એન.પી.ભાલોડીયા હાઈસ્કૂલ, કોલેજ રોડ, જૂનાગઢ.
રજીસ્ટ્રેશન માટે સંપર્ક: 0285-2670215, 99091 38668 (Whatsapp થી પણ રજીસ્ટ્રેશન કરાવી શકશો)
આ ટેસ્ટના પેપર અંગ્રેજી અને ગુજરાતી બંને માધ્યમોમાં MCQ પ્રકારની રહેશે. જેનો અભ્યાસક્રમ ધો. 10 આધારિત નીચે મુજબનો રહેશે…

Maths: 25
Physics: 25
Chemistry: 25
Biology: 25
Total Mark: 100
Thank You …

#TeamAapduJunagadh

Also Read : કાજોલ : ન્યાસા તેના દાદાના નિધનનાં બીજા દિવસે જોવા મળી આવા લુકમાં , ક્યા ગઈ હતીએ જાણીને તમે પણ ચોંકી જશો…