એક જીવદયા પ્રેમીનો સવાલ,”ગીરના ગૌરવ સમાન કેસરી સિંહ ની વ્હારે કોણ આવશે?”

સિંહ

સિંહ : તાજેતરમાં જ કેરળ ખાતે એક ગર્ભવતી માદા હાથીને અમુક અસમાજિક તત્વોએ ફટાકડા ભરેલું અનાનસ ખવરાવી દીધું અને તે હાથણી પોતાના પેટમાં રહેલા બચ્ચા સહિત મૃત્યુ પામી હતી. આ ખૂબ જ કરૂણ અને નિંદાનીય ઘટના છે. જેના વિચાર માત્રથી જ માનવજાત કંપી ઊઠે છે, પરંતુ આ કોઈ પહેલી ઘટના નથી. આપણાં ગુજરાતનાં ગૌરવ સમાન ગીર કેસરી એટલે કે, ડાલ્લામથ્થા સિહોની સાથે થતી કરૂણ ઘટનાઓ અને મૃત્યુના અણબનાવો છાસવારે પ્રકાશમાં આવતા જ રહે છે, પરંતુ તેના માટે કોઈ અતિ પ્રચંડ લોક જુવાળ જોવા મળતો નથી.

*ગીરના એક જીવદયા પ્રેમી જયદેવભાઈ ધાંધલ એ મોકલેલી પોસ્ટ પરથી અહી ગીરના સિહોને અનુલક્ષીને અમુક ચર્ચાઓ કરવી છે. જેમ કે, કેરળની નિંદનીય ઘટના બાદ લોકોના ખૂબ આકરા પ્રતિકારો સામે આવ્યા. તેની પહેલા પણ એક “અવની” નામક વાઘણને અમુક દુષ્ટ લોકો દ્વારા કેપ્ચર કરી લઈને કેપ્ટિવિટીમાં રાખવામા આવી હતી, ત્યારે પણ જીવદયા પ્રેમીઓ સૌ એકત્ર થઈને બહાર આવ્યા હતા અને એક મોટો લોક જુવાળ ઊભો થયો હતો. આ ખરેખર ખૂબ જ સારી વાત છે. સમાજમાં જ્યારે પીએન પ્રાણીઓ સાથે આવું અમાનવીય કૃત્ય થાય ત્યારે ત્યારે સમાજસેવકો અને જીવદયા પ્રેમીઓએ પોતાની એકતા બતાવવી જ જોઈએ, પરંતુ આ વાત આપણાં ગુજરાતનાં સિહો માટે કેમ જોવા નથી મળતી?

સિંહ

ગુજરાતમાં ગીર પુર્વમાં 30 જેટલા સિંહ મર્યા ત્યારે હાલ કરતાં 10% લોકોએ પણ વિરોધ નથી કર્યો! સિંહોને ગુજરાતનું ગૌરવ ગણનારા ગુજરાતના સિંહ પ્રેમીઓ સિંહોના મૃત્યું બાબતે આ રીતે ક્યારે બહાર આવશે? શું આપણને ફક્ત જંગલમાં ફરી સિંહોનો આનંદ માણવામાં, સિંહોના ફોટા પાડવામાં અને ગુજરાતના ગૌરવના દુહા ગાવામાં જ રસ છે? બે અઢી મહિનામાં 30 થી 35 સિંહો ટપોટપ મરી જાય એ સામાન્ય વાત નથી, પરંતુ આવે સમયે જીવદયા પ્રેમીઓનો બહોળો પ્રતિસાદ કેમ દેખાતો નથી? અને ગીરના સિહોના મોટી સંખ્યામાં મૃત્યુ થવા એ પણ એક આશ્ચર્ય પમાડે તેવી જ ઘટના છે.

સિંહ

ગીરમાં સમયાંતરે થતાં આ મૃત્યુ માટે આપણે બીજુ કાંઈ ન કરી શકીએ પણ કમસે કમ વર્ષ- 2018 અને હવે વર્ષ- 2020માં એમ ઉપરા ઉપરી ઘટેલી આ અસામાન્ય ઘટમાળાનો ખુલ્લો વિરોધ કરી રોષ તો વ્યક્ત કરી જ શકીએ ને! અને જો આપણાં ગીર અને ગુજરાત માટે ગૌરવ ગણાતા સિહો માટે આપણે બોલી પણ ન શકીએ તો તે આપણા માટે શરમની વાત નહીં ગણાય…?

 

અહી વાત માત્ર એ જ કરવી છે કે, જેમ અન્ય કોઈ પણ જગ્યાએ પશુઓ સાથે બનતી ઘટનાઓના આકરા પ્રત્યાઘાતો બહાર આવે છે, તો પછી આપણાં ગુજરાતમાં કેમ હજી આટલો પ્રચંડ જુવાળ દેખાતો નથી? આ દરેક વ્યક્તિએ વિચારવા જેવો સવાલ છે.

PETITION: Justice for Lion with Face Hacked Off by Poachers

Also Read : App of the week – “HabitHub – Habit and Goal Tracker”