ગુજરાત સરકાર દ્વારા બિનનઅનામતી ઓને મળવા પાત્ર લાભોની યોજના ઓની યાદી.

યોજના

યોજના : આપણી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપણા માટે અનેક મહત્વપૂર્ણ યોજનાઓ બહાર પાડવામાં આવે છે. જેમાંથી અનેક યોજનાઓ નો લાભ આપણે લેતા હોઈએ છીએ જયારે અમુક યોજનાઓની આપણને માહિતી ના હોવાથી આપણે એ યોજનાઓ ના લાભ થી વંચિત રહી જઈએ છીએ. બરાબર ને !!!

તાજેતરમા ગુજરાત રાજ્યમા બિન અનામત વર્ગના પરિવારો દ્વારા અનામત મેળવવા માટે જે આંદોલન કરવામા આવેલ તેના અનુસંધાને રાજ્ય સરકારશ્રી દ્વારા બીન અનામત વર્ગના પરિવારો માટે”ગુજરાત બીન અનામત શૈક્ષણીક અને આર્થિક વિકાસ નિગમ ની રચના કરવામા આવી છે જેમા બીન અનામત વર્ગો/જાતિના શૈક્ષણીક અને આર્થિક ઉત્કર્ષ માટે આ નિગમે અમુક યોજનાઓ બનાવી છે.તો ચાલો તમને જણાવીએ અમુક મહત્વપૂર્ણ યોજનાઓ વિશે.

(૧)શૈક્ષણીક અભ્યાસ યોજના:-
રાજ્યમા ચાલતા મેડીકલ ,ડેન્ટલ, સ્વનિર્ભર સ્નાતક્કક્ષાના વ્યવસાયીક ,ઇજનેરી,ટેકનોલોઝી,ફાર્મસી,,આયુર્વેદીક જેવા અભ્યાસ ક્રમો માટે કુલ ટ્યુશન ફી અથવા ૧૦.લાખ બે માંથી જે ઓછુ હોય તે પ્રમાણેની લોન ૪% સાદા વ્યાજે નિગમ તરફથી આપવામા આવશે

(૨) વિદેશ અભ્યાસ લોન
ધોરણ ૧૨ પછી MBBS ડિપ્લોમા પછી ડીગ્રી માટે ટેકનીકલ,પેરા મેડીકલ જેવા વિદેશમા ઉચ્ચ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને રૂ૧૫.લાખની અભ્યાસ લોન ૪% સાદા વ્યાજે નિગમ તરફથી આપવામા આવશે.

યોજના

(૩) ભોજન બીલ સહાય
સ્નાતક કક્ષાના મેડીકલ, ડેન્ટલ,ટેકનીકલ,પેરા મેડીકલ જેવા અભ્યાસ ક્રમમા અભ્યાસ કરતા અને સરકારી કે અનુદાનીત સિવાયના છાત્રાલયમા રહી અભ્યાસ કરતા વિધાર્થીઓને ૧૦ માસ માટે માસીક રૂ.૧૨૦૦ લેખે ભોજન બીલ સહાય મળવાપાત્ર થશે.


(૪) જી(JEE).gujket,neet પરીક્ષા માટે કોચીગ સહાય યોજના:-
ધોરણ ૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓને ધોરણ ૧૨ પછી મેડીકલ,એંન્જીનીયરીગમા પ્રવેશ માટે જરૂરી જી(JEE),gujket,neet માટે રૂ.૨૦૦૦૦/- કોચીંગ સહાય આપવામા આવશે.

(૫) સ્વરોજગાર લક્ષી યોજનાઓ
બીન અનામત વર્ગના લોકો માટે કરીયાણાની દુકાન ,મેડીકલ સ્ટોર,રેડીમેઈડ ગારમેન્ટ સ્ટોર,બુક સ્ટોર વગેરે સ્વરોજગાર લક્ષી ,તેમજ રીક્ષા,લોડીંગ રીક્ષા,મારૂતિ ઇક્કો વગેરે ધંધા માટે રૂ.૧૦:લાખ સુધીનુ ધીરાણ ૪% વ્યાજ દરે કરવામા આવશે .

(૬) સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC,GPSC,તેમજ ગૌણ સેવા પસંદગી મંડળ તથા અન્ય માન્ય મંડળ ની સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી માટે કોઇપણ માન્ય સંસ્થામા જોડાય ત્યારે રૂ.૨૦૦૦૦/- સુધી સહાય મળવાપાત્ર થશે.

યોજના

(૭) વ્યાજ સહાય યોજના
તબીબ ,વકીલ,કલીનીક,લેબોરેટરી રેડીયોલોઝી કે ઓફીસ ખોલવા માંગતા હોય તો બેંક પાસેથી લીધેલ રૂ.૧૦:- લાખ સુધીની લોન પર ૫% વ્યાજ સહાય આપવામા આવશે.

તો આ યોજનાઓ માંથી તમને લાગુ પડતી યોજનાનો તમે લાભ લઇ શકો છો.તેમજ આ તમામ યોજનાઓની રૂપ રેખા,માપદંડ અને અન્ય જરૂરી માહિતિ અને અરજીપત્રકો, આ નિગમની વેબસાઇટ WWW.GUEEDC.GUJARAT.GOV.IN પરથી મેળવી શકાશે.

Also read : કાઠિયાવાડ ના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો’ને કોડિયો કોણ હતા? (ભાગ-2)