ગુજરાતમાં કોરોના ક્યાં સ્થળે નવા 6 નોંધાયા? ચાલો જાણીએ.

કોરોના

ગુજરાત અને ભારતમાં અમુક લોકો લોકડાઉનનો ભંગ કરીને રસ્તા પર આવી જાય છે તેમજ સોસીયલ ડિસ્ટનસિંગનો પણ અમલ નથી કરતા. જેના કારણે આજે ભારતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો 3,000ને પાર થઈ ચૂક્યો છે, ત્યારે અહીં આપણે ભારત અને ગુજરાતમાં નોંધાયેલા કોરોના સંબંધિત આંકડાઓ વિશેની માહિતી પર એક નજર નાખીએ.

કોરોના

સર્વ પ્રથમ તો આજરોજ તા.5મી એપ્રિલના રોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.
તારીખ: 5મી એપ્રિલ 2020
સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3,577
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 274
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 84

ભારત બાદ એક નજર ગુજરાતમાં જોવા મળેલ કેસ પર નાખીએ. ગુજરાતમાં પણ વિવિધ જિલ્લાઓમાં કોરોના અસરગ્રસ્ત દર્દીઓ સામે આવ્યા છે. જેમાંના કેટલાક દર્દીઓ રિકવર પણ થઈ ચૂક્યા છે. ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે જોઈએ આજરોજ સાંજે 7:30 વાગ્યા સુધીમાં આવેલા ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડા વિશે જાણીએ.

  • તારીખ: 5મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 7:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 128(નવા 6 કેસ નોંધાયા)
  • જામનગર-1
  • મોરબી-1
  • ભુજ-1
  • સુરત-1
  • ભાવનગર-2
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 21
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 11

કોરોના

ગુજરાત બાદ જૂનાગઢ જિલ્લા પર એક નજર નાખીએ તો, જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાઇરસનો એક પણ કેસ હજી જોવા નથી મળ્યો. જેનો સમગ્ર શ્રેય જૂનાગઢ જિલ્લા તંત્ર અને પ્રસાસનને ફાળે જાય છે. આપણે પણ તંત્ર અને પ્રસાસનને સહકાર આપીને જૂનાગઢ જિલ્લામાં કોરોના વાઈરસનું સંક્રમણ ન થાય તેના માટે સહયોગી બનીએ.

Also Read : The special summer food to have in Junagadh