કાઠિયાવાડ ના લોકોનાં હૈયે અને હોઠે રમતાં પાત્રો ખાપરો’ને કોડિયો કોણ હતા? (ભાગ-2)

કાઠિયાવાડ : ખાપરા-કોડિયાના મિલન અને મૈત્રી માટે એક આખ્યાયિકા જાણીતી છે. ચોમાસાની ૠતુ હતી. સાંજની વેળા હતી. ધરતી પર અંધકાર છવાયો હતો. મધરો મધરો મેહૂલો વરસતો હતો. કાળા ડિબાંગ અંધારામાં કંઇ સૂઝે એવું નહોતું. ખાપરો ધીમાધીમા ડગ દેતો હાલ્યો જાતો હતો. ત્યાં સામેથી પડકારો સંભળાયો,‘અલ્યા, ઊભો રહેજે’ એમ કહીને એની સામે તલવાર ઉગામી. બીજાએ અંધારામાં’ય જાણી લીઘું કે તેણે તલવાર ખેંચી છે, કારણ કે એક ક્ષણ માટે વરસાદ અટકી ગયો હતો. તે અણસારાથી બીજાએ કહ્યું, ‘તલવાર મ્યાન કરી દે.’ પરસ્પરનું ચાતુર્ય બંને ઓળખી ગયા અને જીવનભરના જોડીદાર મિત્રો બની રહ્યા અને બંને પાત્રો લોકજીવનમાં અમર બની ગયાં.

કાઠિયાવાડ

જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લાની ઉત્તરે આવેલ, ખાપરા-કોડિયાના નામે લોકમાનસમાં જીવંત રહેલ ચોર બેલડીના નામે ઓળખાતાં ભોંયરાં ખરેખર તો બુઘ્ધગુફાઓ છે. ડૉ. પ્રદ્યુમ્ન ખાચરના જણાવ્યા અનુસાર બૌઘ્ધ સાઘુઓએ વિહાર દરમિયાન આશરે પહેલી કે બીજી સદીમાં આ ગુફાઓ બનાવી હોવાનું અનુમાન છે. ‘ખેંગાર મહેલ’ના નામથી આ ગુફાઓ ઓળખાતી હતી. ખાપરા અને કોડિયા નામના બે ચોર લૂંટારાઓએ અહીં આશ્રય મેળવ્યો ત્યારથી આ ગુફાનું નામ બંને પરથી પડી ગયું છે.

‘ટ્રાવેલ્સ ઈસ્ટર્ન ઈંડિયા’ ગ્રંથ અનુસાર સને 1822માં અહીં આવેલા કર્નલ ટોડ, આ ગુફાઓને સૌ પ્રથમવાર પ્રકાશમાં લાવ્યા. એનું વિગતવાર વર્ણન બર્જેસે કર્યું છે. એની મુલાકાત સમયે ભોંયરાની લંબાઇ આશરે 200 ફૂટ અને પહોળાઇ 80 ફૂટ જેટલી જણાવાઇ છે. ગુફાના પૂર્વ તરફના અને પશ્ચિમ બાજુના છેડે બે-બે એમ ચાર સીડીઓ જોવા મળે છે. આ ગુફા એક માળવાળી હોવાનું અનુમાન કરવામાં આવેલ છે.

જોકે આજે સીડીઓ સિવાય કંઇ જ અસ્તિત્વ ધરાવતું નથી. આ શૈલ ગુફાઓ તદ્દન સાદી છે એમ રસેશ જમીનદાર નોંધે છે. શ્રી વિજયલાલ ઘુ્રવ લખે છે કે, ખાપરા- કોડિયાના નામે ઓળખાતી આ ગુફાઓ બૌઘ્ધ ગુફાઓ હોવાનું અનુમાન કરવામાં આવે છે. તેમાં તથ્ય હોવાનું લાગે છે. ઈસુના પ્રારંભની ત્રણેક સદી દરમ્યાનની આ ગુફાઓ હોવી જોઇએ. પુરાતત્ત્વીય દ્રષ્ટિએ આ ગુફાઓ ઐતિહાસિક છે.કાઠિયાવાડ

Also read : ગુજરાત સરકાર દ્વારા બિનનઅનામતી ઓને મળવા પાત્ર લાભોની યોજના ઓની યાદી.