જો આપની પાછળ આવતી એમ્બ્યુલન્સ ને સાઈડ નહીં આપો તો, ભરવો પડશે રૂ.10,000 દંડ! જાણો શું છે નવા નિયમો…

એમ્બ્યુલન્સ

હવે કોઈપણ વ્યક્તિએ રસ્તા પર એમ્બ્યુલન્સ ને સાઈડ ન આપતા પહેલા બે વખત વિચારવું પડશે, કારણ કે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા મોટર વાહનો(સુધારણા) બિલ હેઠળ, ઈમરજન્સી વાહનોને માર્ગ ન આપવા બદલ 10,000 રૂપિયાનો દંડ થશે.

આ નિર્ણય મોટર વ્હીકલ એક્ટમાં નશામાં ડ્રાઈવિંગ માટે વધુ દંડ સહિત ઘણા ફેરફારો સાથે આવે છે, પરંતુ એમ્બ્યુલન્સને માર્ગ ન આપનારાઓને 10,000 રૂપિયાનો દંડ આ નિર્ણય સૌથી નોંધપાત્ર છે. સરકાર દ્વારા લેવાયેલો આ નિર્ણય નિ:શંકપણે જરૂરી હતો, કારણ કે ઘણીવાર દર્દીઓને પરિસ્થિતીની સાથોસાથ ટ્રાફિક સાથે પણ લડવું પડે છે, માર્ગ ન મળતા સારવાર માટેનો મૂલ્યવાન સમય ગુમાવવો પડે છે.

એમ્બ્યુલન્સ

આ સાથે જ વાહન સંબંધિત અન્ય નિયમો પણ જાહેર કરાયા છે. જુદા જુદા રાજ્યોના પરિવહન પ્રધાનો દ્વારા 18 રાજ્યો દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી અને રાજ્યસભામાંથી મંજૂરી મળી હતી. કેબિનેટ દ્વારા અન્ય દંડ નિયમો આ મુજબ છે:

  • ઝડપ કરતાં વધુ વાહન ચલાવનારા– રૂ. 1000 થી રૂ. 2000
  • વીમા વિના ડ્રાઈવિંગ– રૂ. 2000
  • હેલ્મેટ વિના ડ્રાઈવિંગ– રૂ. 1000 + 3 મહિનાનું લાઈસન્સ સસ્પેન્શન
  • ડ્રંકન ડ્રાઈવિંગ– રૂ. 1000
  • ઓથોરિટીઝના આદેશોનો આજ્ઞાભંગ– રૂ. 2000
  • લાઈસન્સ વિના વાહનોનો અનધિકૃત ઉપયોગ– રૂ. 5000
  • અયોગ્યતા હોવા છતાં ડ્રાઈવિંગ– રૂ. 10,000
  • જોખમી ડ્રાઈવિંગ– રૂ. 5000
  • વાહનોમાં ઓવરલોડીંગ– રૂ. 20,000
  • સીટ બેલ્ટ વગર ડ્રાઈવિંગ– રૂ. 1000

આ ઉપરાંત વધુ એક નિયમ એ છે કે જો કોઈ કિશોર વયનો બાળક વાહન ચલાવતો હોય તો, વાલીને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવશે. તેમને ત્રણ વર્ષની જેલની સજા અને રૂ. 25,000 નો દંડ થઈ શકે છે, તેમજ જે તે વાહનનું લાઈસન્સ રદ કરવામાં આવશે.

નવા કાયદા સારા સમારીતોને પણ મદદ કરે છે- જે લોકો અકસ્માતનો ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે સિવિલ અથવા ફોજદારી જવાબદારીથી રક્ષણ પૂરું પાડે છે, તેમને પોલીસ અથવા તબીબ કર્મચારીઓને પોતાની ઓળખ જાહેર કરવી કે નહીં એ પસંદગી સંપૂર્ણપણે પોતાની રહેશે.

એમ્બ્યુલન્સ

Author: Morvee Raval #TeamAapduJunagadh

Also Read : દિવાળીમાં ઝગમગતા ઘરોમાં થતા સફાઈ અભિયાન વિશેની રમુજી ખટપટ