Junagadh News : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ માટે ‘પ્રિ-ડીપાર્ચર ઓરિએન્ટેશન તેમજ સેન્ડ ઓફ સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું.

Junagadh News
Junagadh News : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીથી આંતરરાષ્ટ્રીય તાલીમ અર્થે ઓસ્ટ્રેલિયા જતા વિદ્યાર્થીઓ માટે ‘પ્રિ-ડીપાર્ચર ઓરિએન્ટેશન તેમજ સેન્ડ ઓફ સેરેમની’નું આયોજન કરવામાં આવ્યું.
  • તાજેતરમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી હેઠળની કૉલેજ ઓફ એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એન્ડ ટેક્નોલોજી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • જેમાં NAHEP IDP ફ્લેગશિપ પ્રોગ્રામ અંતર્ગત કૉલેજના 10 UG વિદ્યાર્થીઓને 28 જૂલાઈ થી 24 સપ્ટેમ્બર સુધી બે મહિના માટે તાલિમ અર્થે ઓસ્ટ્રેલિયાની વેસ્ટર્ન સિડની યુનિવર્સિટી ખાતે જઈ રહ્યા છે.
  • આ તાલિમ દરમિયાન વિદ્યાર્થીઓ એરિયા ઓફ રનઓફ હાર્વેસ્ટિંગ, ગ્રાઉન્ડ વોટર રિચાર્જ, એગ્રીકલ્ચરલ વોટર મેનેજમેન્ટ, ઈરીગેશન ટેક્નોલોજી જેવા વિષયો વિશે તાલિમ મેળવશે.
  • ઉપરાંત આધુનિક સમયને અનુરૂપ સંસાધનો અને વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા રિમોટ સેન્સિંગ, GIS તેમજ સેન્સર્સના ઉપયોગથી વધુ સારી ખેતી થઈ શકે તે અંગે પણ તાલિમ પામશે.