આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

દિવાળી

દિવાળી : નવરાત્રીમાં તો આપણે ધૂમધામથી ગરબે રમ્યા અને ખૂબ ધીંગામસ્તી પણ કરી, રાતે એયને ગરબીએથી પાછા ફરતી વખતે પેટ પૂજા માટે નાસ્તો અને ચા શોધતાં… એમ પણ ચા મળે એટલે ગરબામાં લેવાયેલ બધા સ્ટેપ્સનો થાક ઉતરી જાય અને પછી રાતે સૂતી વખતે બીજા દિવસના વિચારમાં ક્યારે ઊંઘ આવી જતી એની કંઈ ભાન જ નાં રહેતી અને એ જ વિચારમાં ને વિચારમાં નવરાત્રી ક્યારે પુરી થઈ ગઈ કંઈ ખબર જ ના રહી.

હવે માળિયે ચડવાનો સમય આવી ગયો છે…

દિવાળી

નીચાકદના-ઊંચાકદના, જાડા-પાતળા, સાસુ-સસરા, મમ્મી-પપ્પા, ભાઈ-બહેન… આપ બધાં તૈયાર થઇ જાઉં દિવાળીના તહેવાર નિમિત્તે અયોજીત આ સ્વચ્છતા મહાઅભિયાનમાં જોડાવું જરૂરી બની રહેશે અને જો ભાઈ એમાં એવું છે કે તમારી ઈચ્છા હોય કે ના હોઈ તમારે આ અભિયાનમાં ભાગ લેવો ફરજીયાત છે કારણ કે બોવ નખરા દેખાડશો તો તમારો રૂમ કે પછી તમારી ચીજ-વસ્તુઓ સાફ નહીં કરવામાં આવે એવો બધા ઘરનાં લગભગ ગૃહમંત્રીઓએ કરેલ છે જેની ઘરનાં સર્વે સભ્યોએ નોંધ લેવી.

સામન્ય રીતે નવરાત્રી જાય એટલે બધાંના ઘરમાં સફાય અભિયાન પુરેપુરા જોશમાં ચાલુ થઇ જતું હોય છે. જેમાં ઘણા ઘરોમાં ઉપર કીધું એ પ્રમાણે ગૃહમંત્રીઓ ઓર્ડરો પણ આપતા હોય છે જે ઘણાં ઘરોમાં પાલન થતું હોય છે તો કેટલાક ઘરોમાં એ વાત ક્યાંક લોલમલોલ થઈ જતી હોય છે.

પહેલા ગોરમટાથી બનેલ કાચી દીવાલ હતી, ઉપર દેશી નળિયાં હતાં, નીચે છાણથી લિપેલ ગા’ર હતી તો પણ દિવાળી આવે એટલે આ ઘરોમાં રોનક અને રોશની બને જોવા મળતી. દિવાળી આવે એટલે એ કાચી દીવાલને વાદળી રંગના ચુના વડે રંગવામાં આવતી, છતમાં જો કોઈ નાળિયું તૂટી ગયું હોય તો એને બદલવામાં આવતું, સવારે સૌથી પહેલાં ઉઠીને છાણ ભેગું થાતું અને એને પલાળીને નીચે ગા’ર કરવામાં આવતી. અને રંગોળી માટે તો એક ખાસ એક મોટું ચોકટુ તૈયાર કરવામાં આવતું આવું જૂનું હતું એ સફાય અભિયાન કે જેમાં મહેનત ઓછી પણ મજા વધારે પડતી. જ્યારે અત્યારે મમ્મી એનાં ટેણિયાને કહે કે મને માળીયા ઉપરથી કચરો કાઢી દે ને ત્યાં તો પેલો ટેણિયુ કહી દે “મમ્મી હું કામ નઇ કરું હો, હું ફ્રી નથી, તું પપ્પા આવે ત્યારે એને જ કે જે ને !” બસ આ જ બદલાવ આવ્યો છે.

અત્યારે પણ વસ્તુઓ તો એ જ છે પણ આપણી રીત બદલાઈ છે. એમાં પણ આપણે બધો કચરો કાઢતાં હોઈએ અને વર્ષથી ખોવાયેલ કોઈ વસ્તુ મળી જાય તો મજા જ પડી જાય…. જેવી કે જૂની પોસ્ટની ટિકિટ,જૂનું પાકીટ, બ્લૅક એન્ડ વ્હાઇટ ફોટા, જુના સિક્કા ભરેલો ડબ્બો, જુના પ્રેમપત્રો કે પછી જૂની 500 અને 1000ની નોટો ! બસ આમ શાંતિ થઇ જાય

Diwali Ki safai

હવે એ જ જુસ્સો દેખાડવા તૈયાર થઇ જાઉં એટલે કે દિવાળી આવી રહી છે એટલે અત્યારના ટ્રેન્ડ મુજબ કંઈક નવું તો લાવવું જોશે ને કે પછી એ જ આપણી જૂની રીતથી આ તહેવારનું આગતાસ્વાગતા કરવું છે. અને હા 500 અને 1000 ની જૂની નોટો મળે તો બોવ દુઃખી ના થતાં !

Also Read : જો આપની પાછળ આવતી એમ્બ્યુલન્સ ને સાઈડ નહીં આપો તો, ભરવો પડશે રૂ.10,000 દંડ! જાણો શું છે નવા નિયમો…

આપણું જૂનાગઢ ફેસબુક પેઈજ લાઇક કર્યું ?


આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!