Junagadh News : રાજ્ય સરકાર દ્વારા યોજાનાર ગુજરાત ડુંગરાળ વિસ્તાર ભ્રમણ કાર્યક્રમ તથા આર્ટીફીશિયલ રોક કલાઇમ્બીંગ કોર્ષમાં જોડાવા માટે ગુજરાતના યુવક યુવતીઓ માટે માટે માટે એક ખાસ કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે.
જે અંતર્ગત માઉન્ટ આબુ ખાતે યોજાનાર આર્ટીફીશિયલ રોક કલાઇમ્બીંગ કોર્ષમાં જોડાવા માટે અરજદારે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થા, માઉન્ટ આબુનો કોર્ષ કરેલો હોવો જોઈએ. ઉમેદવારની ઉંમર 17 થી 45 વર્ષ, ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. આ શિબિરનો સમયગાળો 8, ફેબ્રુઆરી, 2019 થી 17, ફેબ્રુઆરી, 2019 સુધીનો હશે.
બીજો કાર્યક્રમ ગુજરાત ડુંગરાળ વિસ્તારમાં ભ્રમણ કાર્યક્રમ છે. જેમાં જોડાવા માટે સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ સંસ્થાન માઉન્ટ આબુનો તથા પંડિત દિનદયાળ ઉપાધ્યાય તાલીમકેન્દ્ર જૂનાગઢમાં ઓછામાં ઓછો બેઝીક કોર્સ કરેલો હોવો જોઈએ. ઉંમર 17 થી 45 વર્ષ તથા ધોરણ 10 પાસ હોવા જરૂરી છે. આ તાલીમનો સંભવિત સમયગાળો 28,જાન્યુઆરી, 2019 થી 6, ફેબ્રુઆરી, 2019 સુધીનો હશે. Junagadh News
આ બંને કોર્સમાં જોડાવા માટેની જોડાવા માટેની સંપૂર્ણ વિગતોવાળી અરજી તારીખ 15, જાન્યુઆરી, 2019 સુધીમાં નીચેના સરનામે મોકલી આપવાની રહેશે. Junagadh News
સરનામું :
- આચાર્યશ્રી, સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા,
પો.બો.નં. 20, ગૌમુખ રોડ, માઉન્ટ આબુ- 307 501
- ઇન્સ્ટ્રક્ટર ઇન્ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ સંસ્થા, રાધાનગર સોસાયટી, ગિરનાર દરવાજા, જુનાગઢ.
ઉપર જણાવેલ સરનામે સંપૂર્ણ વિગતો તથા પ્રમાણપત્ર સહિત અરજી મોકલવાની રહેશે પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સૂચનાઓ તાલીમી સંસ્થા દ્વારા જણાવવામાં આવશે. Junagadh News
આ શિબિરોમાં જોડાવા માંગતા ગુજરાતના વતની હોય તેવા યુવક-યુવતીઓ કોરા કાગળ ઉપર કાગળ ઉપર પોતાનું નામ, સરનામું, ટેલીફોન નંબર, મોબાઈલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી કરવાની રહેશે. જેમાં ગુજરાતના વતની હોવા નો આધાર દાખલો શારિરીક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર જન્મ તારીખ નો પુરાવો ન હોય તેવા ઉમેદવારે અકસ્માત વગેરે જોખમ અંગે નું વાલીનું સંમતિ પત્ર તથા ભાગ લીધેલ હોય તે અંગેના પ્રમાણપત્રની નકલ અવશ્ય બીડવાની રહેશે. Junagadh News
#TeamAapduJunagadh #JunagadhNews
Also Read : દિન્યાર કોન્ટ્રાકટર : ગુજરાતી રંગમચ ભૂમિના હાસ્યકલાકારનું થયું નિધન, જાણો તેમનાં જીવનની જાણી-અજાણી વાતો.