જૂનાગઢમાં કોરોના ના કેસની સંખ્યા ધીમી પણ મક્કમ ગતિએ વધતી જઈ રહી છે. જેના કારણે હાલ જૂનાગઢમાં કોરોનાના પોજીટીવ કેસ 35 જેટલા થઈ ગયા છે. જૂનાગઢમાં અત્યાર સુધીમાં નોંધાયેલા કોરોનાના આકડાઓની સંપૂર્ણ વિગત અહિ જાણીએ…
જૂનાગઢમાં છેલ્લા 2 દિવસોમાં કોરોના વાઇરસનો એકપણ પોજીટીવ કેસ નોંધાયો ન હતો, પરંતુ બે દિવસના વિરામ બાદ આજરોજ ફરી નવા 4 કેસ સામે આવ્યા છે. આ કેસોમાં એક કેસ સાખડાવદર ગામના એક 70 વર્ષીય પુરુષનો છે, જેમને 2 દિવસ પહેલા કોરોનાના લક્ષણો જણાતા જૂનાગઢની સિવિલ હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના કોરોનાના રિપોર્ટ પોજીટીવ આવ્યા હતા.
ગયા બુધવારે તા.3જી જૂનના રોજ એક પરિવાર આમદવાદથી ચોરવાડ આવેલ અને તેમને ક્વોરંટાઈન કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમના રિપોર્ટ કરવામાં આવ્યા અને આ એક જ પરિવારના 3 સભ્યો કોરોના પોજીટીવ નોંધાયા છે. જેમાં એક 56 વર્ષીય પુરુષ, એક 49 વર્ષીય મહિલા અને એક 21 વર્ષીય પુરુષ દર્દી સામેલ છે.
આમ ચાર નવા પોજીટીવ કેસ નોંધાતા જૂનાગઢમાં તા.8મી જૂનના રોજ સવારે 11 વાગ્યા સુધીના કોરોનાના આકડા નીચે મુજબ છે…
- તારીખ: 8મી જૂન, 2020 (સોમવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસ: 35
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 26
- મૃત્યુઆંક:1
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 8
Also Read : This boating service was flagged off at Narsinh Mehta Lake