Junagadh News : સતત વરસાદને કારણે સૂર્યપ્રકાશ ન મળતા; મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકો ખતરામાં મુકાયા!

Junagadh News
Junagadh News : સતત વરસાદને કારણે સૂર્યપ્રકાશ ન મળતા; મગફળી, સોયાબીન અને કપાસ જેવા પાકો ખતરામાં મુકાયા!
  • ધરતીપુત્ર ખેડૂતો માટે ચોમાસાની સિઝન અતિમહત્વની હોય છે, પણ આ વર્ષે સતત પડી રહેલા વરસાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે!
  • છેલ્લા દોઢ માસથી વરસાદને કારણે ખેતરમાં ઉભેલા પાકને ભાગ્યે જ સૂર્યપ્રકાશ મળતો હોવાથી ખેતીપાકોમાં મોટી નુકસાની જોવા મળી રહી છે.
  • મળતી માહિતી પ્રમાણે જૂનાગઢ જિલ્લાના કુલ 3,30,550 હેક્ટર વાવેતર વિસ્તારમાંથી 1.90 લાખ હેક્ટરમાં મગફળી, 50 હજાર હેક્ટરમાં કપાસ અને 60 હજાર હેકટરમાં સોયાબીનનું વાવેતર થયું છે.
  • આ ઉપરાંત અન્ય વાવેતર લાયક જમીનમાં શાકભાજી, કઠોળ અને ઘાસનું વાવેતર કરવામાં આવ્યું છે.
  • તડકો ન મળવાને કારણે પાકના ઉત્પાદન અને ગુણવત્તા ઉપર મોટી અસર દેખાય છે.
  • મળતી માહિતી પ્રમાણે; વિસાવદર પંથકમાં ઘણા વિસ્તારોમાં મગફળીના પાકમાં મુંડા નામની ઇયળનો ઉપદ્રવ વધ્યો છે, જે મગફળીના મૂળિયાં ખાઈ જતી હોવાથી મગફળીનો પાક સુકાઈ જાય છે!
  • આમ, પાક નિષ્ફળ જવાની બીકે ખેડૂતોને પોતાના પાકને બચાવવા માટે મસમોટા ખર્ચાઓ કરીને દવા છંટકાવ કરવાની ફરજ પડી છે!

Also Read:Junagahd news : સંવિધાન પે ચર્ચા”: પારુલ યુનિવર્સિટી ખાતે કાયદાકીય, રાજકીય અને ન્યાયિક જાગૃતિ માટે બે દિવસીય કાયદા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું