સંગીત સમારોહ : ‘ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી-ગાંધીનગર’ તથા ‘કલાયતન-જુનાગઢ’ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ‘પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર’ તથા ‘પંડિત આદિત્યરામજી વ્યાસ’ની સ્મૃતિમાં આપણા જૂનાગઢમાં એક ભવ્ય સંગીત સમારોહનું આયોજન થશે. આ સંગીત સમારોહ કુલ બે દિવસ માટે યોજાનાર છે. આ સંગીત સમારોહમાં આપણા દેશના દિગ્ગજ કલાકારો શાસ્ત્રીય ગાયન-વાદન કલાની પ્રસ્તુતિ કરશે. જેની યાદી નીચે મુજબ છે:
પ્રથમ દિવસ:
પંડિત આદિત્યરામજી સંગીત સમારોહ (મહિલા શાસ્ત્રીય સંગીત સંમેલન)
તારીખ: 22-12-2018 (શનિવાર) સમય: રાત્રે 8:30 કલાકે
સ્થળ: આઈ.એમ.એ.હોલ, ગાંધીગ્રામ, જૂનાગઢ.
દ્વિતીય દિવસ:
પંડિત શ્રી ઓમકારનાથ ઠાકુર સંગીત સમારોહ
તારીખ: 23-12-2018 (રવિવાર), સમય: સાંજે 5 કલાકે
સ્થળ: આઈ.એમ.એ.હોલ, ગાંધીગ્રામ, જૂનાગઢ.
તો જૂનાગઢની કલારસિક જનતાને આ કાર્યક્રમનો લાભ લેવા સાદર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
#TeamAapduJunagadh
Also Read : ગુજરાત પરથી ટળી વાયુ ની આફત! પ્રજા, સુરક્ષાકર્મીઓ અને સરકારે કઇંક આ પ્રકારે પૂર પહેલા પાળ બાંધી દીધી!