સોનપુરી સ્મશાન : સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢના સોનપુરી સ્મશાનમાં અદ્યતન ટેકનોલોજી થી સજ્જ ભઠ્ઠીનું નિમાર્ણ કરવામાં આવ્યું છે.આ ભઠ્ઠી વડે ઓછા સમયમાં અને ઓછા લાકડા વડે મૃતકના અંતિમ સંસ્કાર થઇ શકશે. આમ,પર્યાવરણનો પણ બચાવ થશે. 300 થી 400 કીલો લાકડાની સામે ભઠ્ઠીના ઉપયોગથી માત્ર 100 કિલો લાકડામાં અગ્નિ સંસ્કાર વિધી થઇ જશે અને સામાન્ય રીતે જે ત્રણેક કલાકનો સમય લાગે છે તેને બદલે માત્ર એકાદ કલાક જેવો સમય લાગશે.ભઠ્ઠીની લંબાઈ 6 ફૂટ, પહોળાઈ 3 ફૂટ અને ઊંચાઇ 4 ફૂટ છે . આ ભઠ્ઠી ના કારણે 75 ટકા લાકડાની બચત થશે.
મનપા કમિશ્નર વી.જે.રાજપૂતના માર્ગદર્શન માં કેશોદ ના અર્જુન ભાઈ પાધડાર દ્વારા સંશોધન અને નિર્માણ કરવામાં આવ્યું છે. આ કાર્યમાં પ્રો. અનિલ ગુપ્તાએ સહાય કરી છે. આજે કમિશ્નર વી.જે.રાજપૂત. ઇન્દ્રભારતીબાપુ, મહાદેવગીરીબાપુની હાજરીમાં લોકપર્ણ કરવામાં આવ્યું હતું.
#AJNews #AapduJunagadh
Also Read : રાજ્યમાં કોરોના વધુ 300 લોકોના ડિસ્ચાર્જ સાથે જાણીએ તા.18મી મે, 5:00PM સુધીની દરેક જિલ્લાઓની સ્થિતિ