રાજ્યમાં કોરોના વધુ 300 લોકોના ડિસ્ચાર્જ સાથે જાણીએ તા.18મી મે, 5:00PM સુધીની દરેક જિલ્લાઓની સ્થિતિ

કોરોના

સતત વેગથી ફેલાતા કોરોના ના કારણે હાલ ગુજરાતમાં કોરોના નો આંક 11,000ને પાર થઈ ચૂક્યો છે, તો ભારતમાં પણ કોરોનાના આંકડા 95 હજારને પાર થઈ ચૂક્યા છે. અહીં જૂનાગઢ સહિત ગુજરાત અને દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 18મી મે, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 96,169 (નવા 5,242 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 56,326 (નવા 2,370 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 36,824 (વધુ 2,715 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,029 (વધુ 157 દર્દીઓનું મૃત્યુ થયું.)

Amid coronavirus outbreak, two students from Maharashtra's ...

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. આજરોજ તા.18મી મે, 2020 સાંજે 5:00 વાગ્યા સુધીમાં ફરી 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 300થી વધુ નવા કેસ નોંધાયા છે, જેની સાથે આજે કોરોના વાઇરસનો આંકડો 11,500ને વટી ચૂક્યો છે. અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે? તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Doctors of Indian origin form global collaborative to fight COVID ...

ગુજરાત રાજ્યના કોરોના ને લગતા આંકડાઓ:-

 • તારીખ: 18મી મે, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 11,746 (નવા 366 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,248
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4,804 (વધુ 305 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 694 (વધુ 35 લોકોના મૃત્યુ થયા.)

ભારત અને ગુજરાત બાદ હવે વાત કરીએ આપણાં જૂનાગઢ જિલ્લાની. જૂનાગઢમાં ગત 24 કલાકમાં વધુ 3 પોઝીટીવ કેસ નોંધાતા હાલ જૂનાગઢમાં કુલ 9 પોઝીટીવ કેસ છે, જેમાંથી 2 દર્દીઓની તબિયત સંપૂર્ણપણે સારી થઈ ચૂકી હોવાથી રજા અપાઈ છે અને આ સિવાય બીજા તમામ દર્દીઓની સ્થિતિ કાબુમાં છે.

કોરોના

જૂનાગઢ રાજ્યના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તા. 18મી મે, 2020
 • સમય: 5:00 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 9
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 7
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 2
 • મૃત્યુઆંક: 0

Also Read : સમગ્ર ગુજરાતમાં પ્રથમ વખત જૂનાગઢના સોનપુરી સ્મશાનમાં અદ્યતન ટેકનોલોજી થી સજ્જ ભઠ્ઠીનું નિમાર્ણ