Junagadh News: સાસણ સફારી પાર્કમાં નવી 110 મોડીફાઇડ ગાડીઓ મુકાશે; પહેલીવાર ગુજરાતી સાથે હિન્દી-અંગ્રેજી ગાઈડ મળશે.
- ચોમાસાના ચાર મહિના બાદ આગામી તા.16 ઓક્ટોબરથી સિંહોનું વેકેશન પૂર્ણ થઈ રહ્યું છે; ત્યારે વન વિભાગ દ્વારા પર્યટકો માટે અનેક સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે.
- સરકારની પોલિસી મુજબ જૂના થયેલ વાહનો બદલવાનો નિયમ અમલમાં આવ્યો છે; ત્યારે આગામી તા.16 ઓક્ટોબરથી સફારી પાર્કમાં મોડીફાઇડ થયેલ 50 થી વધુ સફારી ગાડીઓ મૂકવામાં આવશે.
- જેમાં બેઠક વ્યવસ્થા ત્રણ કેટેગરીમાં હશે; ગાડીમાં 4, 6 અને 8 સીટર ગાડીઓ મૂકવામાં આવશે; જે જિપ્સીઓમાં માલિકો દ્વારા સહકારથી આ કામગીરી શરૂ કરવામાં આવનાર છે.
- જૂની થયેલ 100 જેટલી જીપસીઓને બદલાવીને તેના સ્થાને નવી બોલેરોને સ્થાન અપાયું છે.
- જેમઆ વીઆઇપી આરામદાયક પુશબેક સીટ મળશે; સાથે એન્જિન અપગ્રેડ હોવાથી પોલ્યુસન નહીં થાય!
- ખાસ કરીને અત્યાર સુધીમાં સાસણમાં ગુજરાતી ગાઈડની ફેસીલીટી હતી; જેમાં વધારો કરીને હિન્દી અને અંગ્રેજી ગાઈડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
- નવી જિપ્સી ગાડીઓના કારણે ભાડાંમાં નજીવો વધારો થશે; કેટલો થશે તે હવે આગામી સમયમાં નક્કી કરવામાં આવશે.
- જિપ્સી સંચાલકના જણાવ્યા પ્રમાણે જિપ્સીનું ભાડું રૂ.2000 તો બોલેરોનું ભાડું રૂ.3500 નક્કી કરવામાં આવ્યું છે.
- જ્યારે દિવાળીના વેકેશન દરમિયાન પરમિટમાં પણ વધારો કરવામાં આવશે; સામાન્ય દિવસોમાં 150 પરમિટ હોય છે, તો રજાના દિવસોમાં 180 પરમિટ ઉપલબ્ધ થશે.
- ગત વર્ષે સાસણ, આંબરડી અને દેવાળિયામાં સૌથી વધુ રેકોર્ડ બ્રેક 8 લાખ કરતાં વધુ પ્રવાસીઓએ સિંહ દર્શન કર્યા હતા.