કોરોના : 10 કલાકમાં નોંધાયા 78 નવા કેસ! હવે આંકડો પહોંચ્યો આટલે…આજ 8:30 PM સુધીની સ્થિતિ

કોરોના

કોરોના : આરોગ્ય વિભાગના અગર સચિવશ્રીની સવારે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 10 કલાકમાં ફરી નવા 78 કેસ સામે આવ્યા છે. આ એક ચિંતાનો વિષય છે. આ સાથે જ જાણવા મળ્યું કે, ગુજરાતમાં પણ અમુક જગ્યાએ લોકડાઉનનો ભંગ કરીને લોકો બહાર નીકળે છે. જેના કારણે કોરોનાના સંક્રમણને કાબુમાં લાવવું ખૂબ અઘરું બની ગયું છે. જો આ રીતે જ રહ્યું તો ભારતની હાલત પણ અમેરિકા કે ઇટલી જેવા બીજા દેશો જેવી થઈ જશે.

COVID-19: 83 persons tested positive in India, 2 die | Business ...

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:

  • તારીખ:17મી એપ્રિલ 2020
  • સમય:સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા:13,835 (જેમાં 11,616 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા:1,767
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક:452

કોરોના

ગુજરાતમાં હવે કોરોના નો આંકડો 1,000ને પાર થઈ ચૂક્યો છે. જેથી કહી શકાય કે, બીજા રાજ્યોની માફક ગુજરાત પણ હવે કોરોના પોઝિટિવ આંકડાઓની હોડમાં આગ્રેસર રહેવા માંડ્યું છે, જે ખૂબ જ ચિંતાનો વિષય છે. છેલ્લા થોડાક દિવસથી રાતે અને દિવસે પણ અઢળક કેસોનો ઉમેરો નોંધાઇ રહ્યો છે. જે ખરેખર ચિંતાનો વિષય છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

Coronavirus: 104 evacuated from China admitted to ITBP facility in ...

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:

  • તારીખ: 17મી એપ્રિલ 2020
  • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,099 (જેમાં 972 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 86
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 41

કોરોનાથી બચવું એ આપણા હાથમાં જ છે. હજુ પણ ઘણા લોકો પરિસ્થિતિની ગંભીરતાને સમજ્યા વગર બહાર નીકળે છે અને કોરોનાને સંક્રમિત થવામાં મદદ કરે છે. જો આપણે જ નહીં સમજીએ તો આ મહામારીનો સમલો નહિ કરી શકીએ.

Coronavirus: 104 evacuated from China admitted to ITBP facility in ...

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

Also Read : વૃદ્ધા આશ્રમ ખાતે વડીલો ની સાથે હોળી ની ઉજવણી કરવામાં આવી હતી.