Junagadh News : હાઇકોર્ટના આદેશ બાદ મહાનગરપાલિકાએ 1500 જેટલા પશુઓને પકડીને વાડામાં પૂર્યા બે પશુવાડા હાઉસફુલ થતાં ત્રીજો વાડો ખોલવાની કવાયત હાથ ધરી
- જૂનાગઢ શહેરમાં રસ્તે રઝળતા પશુઓના વધતાં ત્રાસને લઈને હાઇકોર્ટે આદેશ કર્યો હતો, જેને લઈને મનપા તંત્રએ પૂરજોશમાં કામગીરી આદરી છે!
- અત્યાર સુધીમાં કુલ 1500 જેટલા પશુઓને પશુવાડામાં મોકલાયા છે, જેના કારણે મનપા સંચાલિત બે પશુવાડા હાઉસફુલ થતાં વધુ પશુઓને રાખવાની પૂરતી વ્યવસ્થા નથી!
- જેથી નવા પશુવાડા માટે ઝાંઝરડા અને ચોબારી ગામની સરકારી જમીનની માંગણી કરવામાં આવી છે!
- પશુવાડામાં પૂરવામાં આવતા ગૌવંશના નિભાવ માટે તાજેતરમાં સ્થાઈ સમિતિની બેઠકમાં ઘાસચારો ખરીદવા રૂ.50 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.
- મહાનગરપાલિકાની કેટલ પાઉન્ડ શાખાની ત્રણ ટીમમાં સમાવિષ્ટ 21 કર્મચારીઓ દ્વારા રાત્રિ દરમિયાન રઝળતા પશુઓને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે; તેમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં હજુ પણ પશુઓનો અડિંગો જોવા મળી રહ્યો છે.
- આ રઝળતા પશુઓને કારણે શહેરીજનોને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.