વડોદરામાં એક જ દિવસમાં નોંધાયેલા 5 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના પોઝિટિવનો આંકડો થયો કઈક આટલો…

કોરોના

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 150થી પણ વધુ થઇ ગયો છે, તો સાથોસાથ ભારતમાં પણ હવે કોરોના અસરગ્રસ્તોની સંખ્યા 5,000ને વટી ચુકી છે. જનતાની બેદરકારી અને અસહકારને કારણે કોરોનાના દર્દીઓ સતત વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. જો લોકસંપર્ક ટળશે તો જ આ મહામારીનો સામનો શક્ય બનશે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.કોરોનાસર્વ પ્રથમ તો આજરોજ તા.8મી એપ્રિલના રોજ સાંજે 8:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.

  • તારીખ: 8મી એપ્રિલ 2020 ,સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,749
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 502
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 175

કોરોનાભારતની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો અતીવેગથી વધી રહ્યો છે. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

  • તારીખ: 8મી એપ્રિલ 2020 ,સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 186
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 25
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 17

આ આંકડાઓને ધ્યાને લેતા જણાય કે બીજા રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કોરોના વાઇરસનો કહેર હવે ધીમે ધીમે વધુને વધુ આગળ વધી રહ્યો છે. આવા સમયે દરેક નાગરિકે પોતાની નૈતિક ફરજ સમજીને ઘરે રહીને કોરોનાના સંક્રમણને અટકાવવામાં મદદરૂપ થવું જોઈએ.

ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર, કે જ્યાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ફૂટ- બાઇક પેટ્રોલિંગ સાથે હવે ડ્રોન થકી પણ આકાશી નજર રાખવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : The Nisarg Nature Club of Junagadh is going to distribute Sparrow Nests…