ચાલો જાણીએ એક જ દિવસમાં અધધ 55 નવા કેસ સાથે ગુજરાતમાં કોરોના વાઇરસનો ગ્રાફ કેટલે પહોંચ્યો…

કોરોના

ગુજરાતમાં કોરોના પોઝીટીવ કેસનો આંકડો અત્યારે 200થી ઉપરનો થઈ ચૂક્યો છે. ગઈકાલે એક જ દિવસમાં નવા 55 કેસ નોંધાયા, જેમાંના 50 કેસ માત્ર અમદાવાદમાં જ નોંધાયા છે. જનતાની બેદરકારી અને અસહકારને કારણે કોરોનાના દર્દીઓ સતત બમણી ગતિથી વધી રહ્યા છે. જે ખરેખર ચિંતાનો વિષય છે. જો લોકસંપર્ક ટળશે તો જ આ મહામારીનો સામનો શક્ય બનશે. હાલ ગુજરાત અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર નાખીએ.

કોરોના
image credit – google

સર્વ પ્રથમ તો આજરોજ તા.9મી એપ્રિલના રોજ સવારે 11:30 વાગ્યા સુધીમાં મળેલી માહિતી મુજબ ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા નિચે મુજબ છે. આ સાથે જ કેટલા લોકોના કોરોના વાઇરસના કારણે મૃત્યુ થયા? અને કેટલા લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા? તે તમામ વિગત નીચે મુજબ છે.

ભારતમાં જાણવા મળેલા પોઝીટીવ કેસના આંકડા

 • તારીખ: 9મી એપ્રિલ 2020, સમય: સવારે 11:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 5,734
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 472
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 166

કોરોના

ભારતની સાથોસાથ ગુજરાતમાં પણ કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો અતીવેગથી વધી રહ્યો છે. એક જ રાતમાં 55 નવા કેસ નોંધાયા. જો કે ગુજરાત સરકાર કોરોના વાયરસની લડાઈમાં ટક્કર આપવા માટે સક્ષમ પગલાંઓ લઇ રહી છે, પરંતુ લોકોનો સહકાર હજી પણ ક્યાંક ખૂટતો હોય તેવું લાગે છે, ત્યારે ચાલો અહીં ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ વિશે જાણીએ

 • તારીખ: 9મી એપ્રિલ 2020 ,સમય: સવારે 11:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 241
 • વિદેશ પ્રવાસથી સંક્રમિત દર્દીઓ-33
 • આંતરરાજ્ય પ્રવાસથી સંક્રમિત દર્દીઓ-32
 • લોકલ ટ્રાન્સફરના કારણે સંક્રમિત દર્દીઓ- 176
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 26
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 17

9માત્ર એક જ દિવસમાં કોરોનાના દર્દીઓમાં 55 કેસનો વધારો થવો એ ખરેખર ચિંતાનો વિષય છે. જો હજી પણ લોકો પોતાની જવાબદારી સમજીને સાવચેતીપૂર્વક નહિ વર્તે તો આ મહામારી સામેની લડાઈ લડવી ખૂબ જ કઠિન બની જશે.

ભારત અને ગુજરાત બાદ એક નજર નાખીએ જૂનાગઢ જિલ્લા પર, અંદાજે 5 લાખની વસ્તી ધારાવતા જૂનાગઢ જિલ્લામાં હજી સુધી કોઈ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જિલ્લા તંત્ર દ્વારા કડક પગલાંઓ લઈને લોકોને ઘરમાં રહેવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. ફૂટ- બાઇક પેટ્રોલિંગ સાથે હવે ડ્રોન થકી પણ આકાશી નજર રાખવામાં આવી રહી છે. આવા સમયે આપણી પણ નૈતિક ફરજ બને છે કે સરકારશ્રીના આદેશોનું પાલન કરીએ અને તંત્રને સહકારરુપ બનીએ.

Also Read : Surabhi Chavda એ એકલાજ સફર ખેડી આફ્રિકાના Mount Kilimanjaro નું ૫,૮૯૫ મી. ઊંચાઈ ધરાવતું સર્વોચ્ચ શિખર સર કરી જુનાગઢનું ગૌરવ વધાર્યું