ખુશ ખબર! દેશમાં કોરોના ને મ્હાત આપનાર વિજેતાઓનો આંકડો 2 લાખથી વધુને પાર…

કોરોના

ગુજરાત અને ભારતમાં કોરોના ના આંકડા ખૂબ ઝડપી ગતિએ વધી રહ્યા છે. જેના થકી દેશમાં અત્યારે કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 3 લાખ 80 હજારને પાર થઈ ચૂકી છે, પરંતુ આ બધાની વચ્ચે સારા સમાચાર એ છે કે, દેશમાં કોરોના વાઇરસ સામેની જંગ જીતી ચૂકેલા લોકોની સંખ્યા 2 લાખથી વધુ થઈ ચૂકી છે, ત્યારે ચાલો જાણીએ આજના દિવસની કોરોનાની સ્થિતિ વિશે…

કોરોના

ભારતના કોરોનાના આંકડા:-

 • તારીખ: 19મી જૂન, 2020(શુક્રવાર)
 • સમય: સવારે 11 વાગ્યા સુધી
 • કુલ પોજીટીવ કેસની સંખ્યા: 3,80,532 (વધુ 13,586 નવા કેસ ઉમેરાયા)
 • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,04,711 (વધુ 10,386 લોકો રિકવર થઈ ગયા)
 • કુલ મૃત્યુઆંક: 12,573 (વધુ 336 લોકોનું દુઃખદ અવસાન થયું)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,63,248 (2,864 કેસનો વધારો થયો)

ગુજરાતમાં છેલ્લા 24 કલાક બાદ પોઝીટીવ કેસમાં 540 કેસનો વધારો નોંધાયો છે, સાથે જ 340 લોકો કોરોના વાઇરસમાંથી સાજા થઈને પોતાના ગંતવ્ય સ્થાન પર પરત ફર્યા છે. આ સાથે જ અહીં દર્શાવેલ ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ પર નજર કરીએ…

કોરોના

ગુજરાત રાજ્યના કોરોના ને લગતા આંકડાઓ:

 • તારીખ: 19મી જૂન, 2020(શુક્રવાર)
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 26,198 (નવા 540 કેસ નોંધાયા)
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 18,167 (વધુ 340 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,619 (વધુ 27 લોકોના મૃત્યુ થયા.)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,412

કોરોના

ભારત અને ગુજરાતના કોરોનાના આંકડા જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડા પર એક નજર નાખીએ. જૂનાગઢમાં આજરોજ કોરોનાના વધુ 4 કેસ નોંધાયા છે. જેમાં 2 કેસ શહેરમાંથી અને અન્ય બે કેસ મેંદરડા ખાતેથી નોંધાયા છે. આ સાથે જ હાલ જૂનાગઢ જિલ્લામાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

State Minister Says India Set to Extend Nationwide Lockdown to ...

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:

●તારીખ: 19મી જૂન, 2020 (શુક્રવાર)
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 48
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 13
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 34
●મૃત્યુઆંક: 1

Also Read : Four men chasing lion & lioness have been arrested after the video went viral.