ખુશ ખબર! ગુજરાતમાં તા.28મી મે, સાંજે 5:00 વાગ્યા સુધીમાં 8000 થી વધુ લોકો કોરોના સામેનો જંગ જીત્યા…

કોરોના

સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે તેની સામે રિકવર થતા લોકોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો દેખાઈ રહ્યો છે. અહીં ગુજરાતમાં કેટલા લોકો રિકવર થયા તે સાથે જ રાજ્યના અને ભારતના કોરોના સંબંધિત આંકડાઓ જણાવ્યા છે. જેની માહિતી મેળવીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ :-

 • તારીખ: 28મી મે, 2020
 • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,58,333 (નવા 6,566 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 86,110 (નવા 3,106 એક્ટિવ કેસ થયા)
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 67,692 (વધુ 3,266 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 4,531 (વધુ 194 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતના કોરોનાના કેસ પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 15,500ને વટી ચુક્યો છે. આજ તા.28મી મેના રોજ ગુજરાતમાં ફરી નવા 350થી વધુ કેસ આવ્યા છે, તો સામે 400થી વધુ લોકો કોરોનાને મ્હાત આપીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા છે, જેથી ગુજરાતમાં કોરોનાથી સાજા થયેલા લોકોનો આંકડો 8000ને વટી ગયો છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ પણ દર્શાવેલ છે.

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 28મી મે, 2020
 • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 15,572 (નવા 367 કેસ નોંધાયા)
 • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,611
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 8,001 (વધુ 454 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 960 (વધુ 22 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. ગઈકાલ તા.27મી મેના રોજ રાતે જૂનાગઢના કોર્પોરેશન વિસ્તારમાં આવતા ઝાંઝરડા રોડ પરના સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 34 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો અને આ સાથે જ જૂનાગઢ શહેરમાં કુલ 4 સહિત જૂનાગઢ જિલ્લામાં કુલ 27 કોરોના પોઝીટીવ દર્દી નોંધાયા છે. આ સાથે જ બીજા આંકડાઓ નીચે મુજબ છે.

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

 • તારીખ: 28મી મે, 2020
 • સમય: 5:00 PM
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 27
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 15
 • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 12
 • મૃત્યુઆંક: 0

Also Read : Top 8 useful websites