કોરોના : ગુજરાત ભારતનું બીજું મોટું હોટસ્પોટ બન્યું! ચાલો જાણીએ તા.28મી એપ્રિલ 8:30PM સુધીની સ્થિતિ વિશે

કોરોના

ગુજરાતના અગ્રસચિવશ્રીની ગઈકાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ 24 કલાકમાં કોરોના વાઇરસના નવા 226 કેસ સામે આવ્યા છે. સાથે જ સમગ્ર ભારતમાં પણ કોરોના વાઇરસ અતિવેગથી વધી રહ્યો છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.

 ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

 • તારીખ: 28મી એપ્રિલ 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 29,974 (નવા 1594 કેસ ઉમેરાયા)
 • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 22,010
 • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 7,027 (વધુ 665 દર્દીઓ રિકવર થયા.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 937 (વધુ 51 દર્દીઓનું મૃત્યુ થયું.)

Coronavirus in India: Three positive cases surface in Mumbai's ...

રાજ્યમાં ફરી 24 કલાકમાં કોરોનાના નવા 226 કેસનો ઉમેરો થયો છે તો સાથે જ આજે 40 જેટલા લોકોએ આજે કોરોનાને મ્હાત આપી છે. હાલ ગુજરાત સમગ્ર ભારતમાં બીજા નંબરનું હોટસ્પોટ છે. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.

Coronavirus: Cases In India Rise To 74; Delhi Shuts Schools ...

 ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

 • તારીખ: 28મી એપ્રિલ 2020
 • સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
 • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 3,774 (નવા 226 કેસ નોંધાયા)
 • એક્ટિવ કેસ: 3,159
 • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 434 (વધુ 40 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
 • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 162 (વધુ 11 લોકોના મૃત્યુ થયા)

આજના દિવસે નવા 200થી વધુ કોરોના પોઝિટિવ કેસનો ઉમેરો થયો છે તો સાથે જ એક સારી વાત એ પણ છે કે આજે વધુ 40 લોકોએ કોરોનાને હરાવીને પોતાના ઘર ભણી પ્રયાણ કર્યું હતું.

હવે વાત કરીએ આપડા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજ સુધી કોરોના વાઇરસનો એક પણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. છેલ્લા થોડાક સમયથી લેવામાં આવી રહેલા બધા ટેસ્ટિંગ પણ નેગેટિવ નીવડ્યા છે. અત્યાર સુધીમાં જૂનાગઢમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી જોવા નથી મળ્યો જે જૂનાગઢ જિલ્લા માટે રાહતના સમાચાર છે.

કોરોના

Also Read : Marathon Competition in Junagadh