જૂનાગઢ કોરોના વાઇરસ અપડેટ: વધુ 2 દર્દી સાથે તા.21મી મે 11.00 AM સુધી કુલ આંક થયો આટલો.

આજે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસ ફેલાઈ ચુક્યો છે. આજ તા.21મી મે સુધીમાં સમગ્ર વિશ્વમાં 49 લાખથી વધુ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે. જેમાંથી 3 લાખથી વધુ લોકોનું મૃત્યુ થઈ ચૂક્યું છે. આ કહેરમાંથી હવે ભારત પણ બાકાત રહ્યું નથી. જો કે બીજા દેશોની સરખામણીએ ભારત કોરોના સામેની લડાઈમાં સારી એવી લડત આપી રહ્યું છે. વિદેશમાંથી પહેલા ભારતના મહાનગરોમાં આવેલો કોરોના વાઇરસ આજે નાના નાના ગામડે પણ પહોંચી ગયો છે. જેમાં હવે આપણું જૂનાગઢ પણ આવી ગયું છે, ત્યારે અહીં જૂનાગઢમાં આજ સુધીમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

કોરોના

જૂનાગઢમાં કોરોનાનો પ્રથમ કેસ તા.5મી મેના રોજ ભેસાણ ખાતેથી નોંધાયો હતો અને ત્યારથી માંડીને આજ સુધી એટલે કે 20થી વધુ દિવસમાં કોરોનાના કેસમાં શુ વધારો ઘટાડો થયો તે નીચે જણાવ્યા મુજબ છે.

  • તારીખ: 21મી મે, 2020(ગુરુવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 14
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 4
  • મૃત્યુઆંક: 0
  • કુલ એક્ટિવ કેસ: 10

કોરોના

જૂનાગઢ બાદ ગુજરાતના કોરોનાના આંકડા પર એક નજર કરીએ. જેથી આજ સુધીમાં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેના વિશે માહિતી મેળવી શકાય.

  • તારીખ: 20મી મે, 2020
  • સમય: 5:00 am
  • કુલ પોઝીટીવ કેસ: 12,539
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,219
  • મૃત્યુઆંક: 749
  • કુલ એક્ટિવ કેસ: 6,571

હાલ, ભારતના કુલ પોઝીટીવ કેસોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ અને ગુજરાતના દર્દીઓ સૌથી વધુ છે. જો કે ગુજરાતમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી વધુ જોવા મળે છે, જે સારી બાબત છે.

કોરોના

ગુજરાત બાદ ભારતના કોરોના સંબંધિત આંકડાઓ વિશે થોડીક માહિતી મેળવીએ. ભારતમાં કોરોના વાઇરસના કુલ કેસ 1 લાખને પાર થઈ ચૂક્યા છે. જેની વિગતવાર માહિતી નીચે મુજબ છે.

  • તારીખ: 21મી મે, 2020(ગુરુવાર)
  • સમય: સવારે 11 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 1,12,359
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 45,300
  • મૃત્યુઆંક: 3,435
  • કુલ એક્ટિવ કેસ: 63,621

આમ, હાલ ગુજરાત સહિત ભારતમાં કોરોનાનો વ્યાપ દિન પ્રતિદિન વધતો જાય છે. દેશના તમામ નાગરિકોએ કોરોના સામે લડવાનું છે અને પોતાની જાતને તથા બીજા લોકોને પણ સુરક્ષિત રાખવા માટે કોરોના માટેની માર્ગદર્શિકાનું ચુસ્ત રીતે અમલ કરવું ફરજીયાત છે.

Also Read : મહાશિવરાત્રી મેળાના પાવન પર્વે મહાનગરપાલિકા, જુનાગઢ દ્વારા ગઈ કાલ ના રોજ દતચોક પ્રવાસી માહિતી કેન્દ્ર નું ઉદઘાટન