જૂનાગઢમાં તા 27મી મેના રોજ બપોરે 12:30 વાગ્યા સુધીમાં કોરોના 3 લોકો ડિસ્ચાર્જ થતા આટલા થયા રિકવર કેસ!

કોરોના

જૂનાગઢમાં જેમ જેમ કોરોના વાઇરસના કેસ સામે આવી રહ્યા છે, તેમ તેમ રિકવર થતા દર્દીઓના આંકડામાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજ તા.27મી મે સુધીમાં જિલ્લામાં કોરોનાના 26 કેસ નોંધાયેલ છે. જેમાંથી મોટી સંખ્યામાં લોકો રિકવર થઈને પોતાના ઘરે પરત ફર્યા છે. અહીં આજના દિવસમાં રિકવર થયેલા લોકોની માહિતી આપેલી છે, જેના પર એક નજર કરીએ.

કોરોનાઆજ તા.27મી મેના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી કોરોના વાયરસની અસર હેઠળના 3 દર્દીઓની સ્થિતું સુધરતા રજા આપવામાં આવી છે. આ 3 મહિલા દર્દીઓ પૈકી 2 મહિલા ભેસાણના રાણપુર ખાતેથી કોરોના પોઝીટીવ નોંધાયેલ હતા અને અન્ય એક મહિલા માંગરોળના જરીયાવાડા ખાતેથી પોઝીટીવ રિપોર્ટ નોંધાયેલ હતો. આ ત્રણેય મહિલાઓને આજ તા.27મી મેના રોજ રજા આપવામાં આવી છે અને હજુ પણ સોશ્યિલ ડિસ્ટનસિંગનું પાલન કરવા સૂચન આપાયું છે.

કોરોના

આ સાથે જ હાલ જૂનાગઢમાં કોરોનાની સ્થિતિ નીચે મુજબ છે.

  • તારીખ:27મી મે, 2020 (બુધવાર)
  • સમય: બપોરે 12:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસ: 26
  • રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 12
  • મૃત્યુઆંક: 0
  • કુલ એક્ટિવ કેસ: 14

Also Read : Mahabat Maqbara : The gift of Nawab to Junagadh