જૂનાગઢમાં કોરોના વાઇરસના કુલ પોજીટીવ કેસમાં સતત થતાં વધારાને કારણે હાલ કુલ પોઝિટિવ કેસની સંખ્યા 70ને પાર થઈ ચૂકી છે, તો સાથે જ જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનુ મૃત્યુ પણ થયું છે. જો કે જીલ્લામાં રિકવરી રેટ સારો હોવાને કારણે અહી મૃત્યુદર કાબુમાં છે તેમજ એક્ટિવ કેસના પ્રમાણમા ડિસ્ચાર્જ થતાં લોકોની સંખ્યા વધુ પ્રમાણમા છે, ત્યારે ચાલો જાણીએ, જૂનાગઢ જીલ્લામાં હાલ કોરોનાની શું સ્થિતિ છે?
ગત 24 કલાક દરમિયાન જૂનાગઢના કોરોનાના કેસમાં થયેલા ફેરફાર જૂનાગઢવાસીઓ માટે ખૂબ ચિંતાજનક રહ્યા છે. કારણ કે ગઇકાલે જીલ્લામા નવા નોંધાયેલા કેસની સાથે જ એક કોરોના દર્દીનુ મૃત્યુ પણ થવા પામ્યું છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા એક કોરોના પોઝિટિવ દર્દીનુ ગઇકાલના રોજ દુઃખદ અવસાન થતાં જૂનાગઢ શહેર સહિત સમગ્ર જીલ્લામાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
અહી ઉલ્લેખનીય છે કે, જૂનાગઢ જિલ્લાના કોરોના દર્દીનું મૃત્યુ થયાનો આ બીજો બનાવ છે. આ પહેલા પણ એક મહિલા કોરોના દર્દીનુ રાજકોટ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. ગઇકાલે થયેલા કોરોનાના દર્દીના મૃત્યુ બાદ જૂનાગઢ જીલ્લામાં કોરોનાની સ્થિતિ આ મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 27મી જૂન, 2020
●સમય: 2:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 73
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 22
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 49
●મૃત્યુઆંક: 2
અહી એક વાત એ પણ જણાવવાની કે, જૂનાગઢ જિલ્લાના કુલ પોજીટીવ દર્દીની સંખ્યા 73 છે અને અન્ય જીલ્લામાથી જૂનાગઢ સારવાર માટે મોકલેલા કોરોના દર્દીની સંખ્યા 12 છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના CoViD-19 વિભાગમાં સારવાર લઈ રહેલા અન્ય જિલ્લાના 12 દર્દીઓની માહિતી પણ જૂનાગઢથી રવાના થતી હોવાના કારણે જૂનાગઢ જીલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 95 દર્શાવવામાં આવે છે. જેની ખાસ નોંધ લેવી.
નોંધ: આ માહિતી ગઇકાલ તા.26મી જૂનના રોજ સાંજે 6 વાગ્યા સુધીની છે.
Also Read : Event of the Year – Lili Parikrama Junagadh