સમગ્ર દેશમાં વ્યાપી ગયેલો કોરોના વાઇરસ ભારત અને ગુજરાતમાં પણ પોતાનો કહેર વર્તાવી રહ્યો છે. જો કે એની સામે રિકવર થતા લોકોની સંખ્યા પણ ખૂબ સારી રીતે વધી રહી છે, જેના કારણે કોરોનાનો કહેર કંઈક અંશે કાબુમાં હોય તેવું જણાઈ રહ્યું છે. અહીં ભારત અને ગુજરાતના કોરોના સંબંધિત આંકડાઓ જણાવ્યા છે. જેની માહિતી મેળવીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 26મી મે, 2020
- સમય: સવારે 8:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,45,380 (નવા 6,535 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 80,722 (નવા 3,619 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 60,491 (વધુ 2,770 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 4,167 (વધુ 146 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાતના કોરોનાના કેસ પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 14,500ને વટી ચુક્યો છે. જો કે આજ તા.26મી મેના રોજ ગુજરાતમાં ફરી રેકોર્ડબ્રેક 500થી વધુ લોકો કોરોનાને મ્હાત આપીને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચ્યા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ પણ દર્શાવેલ છે.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 26મી મે, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 14,829 (નવા 361 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,777
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 7,137 (વધુ 503 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 915 (વધુ 27 લોકોના મૃત્યુ થયા.)
ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. આજ તા.26મી મેના રોજ જૂનાગઢના કોર્પોરેશન એરિયા હેઠળના વોર્ડ નંબર 12માં આવેલ શિવમ પાર્ક, આદિત્ય નગર સોસાયટીના 63 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જેના કારણે કુલ કેસની સંખ્યા 26 થઈ ચૂકી છે. આ સાથે જ બીજા આંકડાઓ નીચે મુજબ છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-
- તારીખ: 26મી મે, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 26
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 18
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 8
- મૃત્યુઆંક: 0
Also Read : ARTIST OF THE WEEK : Bhargav Gajera