કોરોના : દેશમાં તા.4થી જૂન, 5:00PM સુધીમાં અત્યાર સુધીના સૌથી વધારે 9,000થી વધુ કેસ નોંધાયા

કોરોના

ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો 2 લાખને પાર થઈ ગયો છે, તો સાથે જ કોરોનાથી સાજા થતા લોકોની સંખ્યા પણ 1 લખને પાર થઈ ચૂકી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં સત્યર સુધીના સૌથી વધારે 9હજારથી વધુ કોરોનાના દર્દીઓ સામે આવ્યા છે, ત્યારે અહીં ગુજરાત અને કોરોનાના આંકડાઓ વિશે જાણીએ.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-

  • તારીખ: 4થી જૂન, 2020
  • સમય: સવારે 8:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,16,919 (નવા ,9304 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,04,107 (નવા 3,804 કેસ ઉમેરાયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 1,06,737 (વધુ 5,240 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 6,075 (વધુ 260 દર્દીઓનું મૃત્યુ થયું.)

કોરોના

ભારત બાદ હવે ગુજરાતની કોરોના સંબંધિત માહિતી મેળવીએ. ગુજરાતમાં પણ કોરોનાના વધતા કેસની સાથોસાથ રિકવર થતા દર્દીઓની સંખ્યા સારા પ્રમાણમાં જોવા મળી રહી છે, જો કે ગુજરાતમાં મૃત્યુઆંક પણ હવે 1હજારને પાર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાતના કોરોનાના આંકડાઓ દર્શાવ્યા છે, તેના પર એક નજર કરીએ.

image credit - google

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 4થી જૂન, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 18,609 (નવા 492 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 4,787
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 12,667 (વધુ 455 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 1,155 (વધુ 33 લોકોના મૃત્યુ થયા.)

ગુજરાત અને ભારતના કોરોનાના આંકડા જાણ્યા બાદ હવે આપણા જૂનાગઢ જિલ્લાના કોરોના સંબંધિત આંકડાઓ પર એક નજર કરીએ. ગત 24 કલાકમાં જૂનાગઢમાં કોરોના વાઇરસનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયેલ નથી, જે જૂનાગઢ માટે એક સારા સમાચાર છે. આ સાથે જ અત્યાર સુધીમાં જૂનાગઢમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:
●તારીખ: 4થી જૂન, 2020
●સમય: 5:00 PM
●કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 30
●કુલ એક્ટિવ કેસની સંખ્યા: 3
●સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 26
●મૃત્યુઆંક: 1

Also Read : 5 Inspirational lessons from Steve Jobs