Junagadh News : જૂનાગઢમાં સત્તત બીજા દિવસે તાપમાનમાં ઘટાડો; ગિરનાર પર 7.2 ડિગ્રી, જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયુ.

Junagadh News
Junagadh News : જૂનાગઢમાં સત્તત બીજા દિવસે તાપમાનમાં ઘટાડો; ગિરનાર પર 7.2 ડિગ્રી, જૂનાગઢમાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી નોંધાયુ.
  • છેલ્લા બે દિવસથી શિયાળાની બરાબરની શરૂઆત થઈ હોય તેમ ગત બુધવારે સતત બીજા દિવસે તાપમાનમાં ઘટાડો થયો હતો.
  • જૂનાગઢના ગિરનાર પર તાપમાનનો પારો 1.2 ડિગ્રી નીચે ઉતરીને 7.2 ડિગ્રીએ સ્થિર થયો હતો; જેના પગલે ગિરનાર યાત્રાએ આવેલા ભાવિકોએ કડકડતી ઠંડીનો અહેસાસ થયો હતો.
  • તીવ્ર ઠંડીની સાથે ગિરનાર પર પવનનું જોર પણ વધારે હોવાથી યાત્રાળુઓની સંખ્યા પણ ઓછી જોવા મળી.
  • બીજી તરફ જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ઠંડીનો દોર યથાવત રહ્યો હતો.
  • તાપમાનનો પારો ગગડતાં જુનાગઢ શહેરમાં લઘુત્તમ તાપમાન 12.2 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું, સાથે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 80% હોવાના કારણે ઠંડીની અસર બેવડાઈ હતી.
  • બપોરનું મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહ્યું હતું; વાતવરણમાં ભેજનું પ્રમાણ 34% રહ્યું હતું.
  • દિવસ દરમિયાન પવનની ઝડપ 2.6 કિમી પ્રતિકલાક રહેવા પામી હતી.
  • જોકે હવે તાપમાન એકંદરે સામાન્ય રહેવાની સંભાવના છે.