સમગ્ર વિશ્વમાં મોટાપાયે ફેલાયેલો કોરોના વાઇરસ હવે જૂનાગઢમાં પણ ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. જેના કારણે જૂનાગઢ જિલ્લામાં આજ તા.25મી મે સુધીમાં કુલ 25 પોઝીટીવ કેસ નોંધાઇ ચુક્યા છે.
જો કે અહીં સારી વાત એ છે કે, જૂનાગઢમાં કોરોના વાઇરસના વધતા જતા નવા કેસ સામે રિકવર થતા દર્દીઓનો આંકડો પણ મહત્વપૂર્ણ સંખ્યામાં છે. જેના કારણે જૂનાગઢમાં કોરોના વાઇરસની અસર કંઈક અંશે કાબુમાં હોય તેવું જણાય છે. અહીં આપણે આજ તા.25મી મે સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કેટલા લોકો કોરોના સામે જંગ જીત્યા તેના આંકડા અને માહિતી સહિત બીજી માહિતી પણ જાણીએ.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-
- તારીખ: 25મી મે, 2020(સોમવાર)
- સમય: 1 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસ: 25
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 8
- મૃત્યુઆંક: 0
- કુલ એક્ટિવ કેસ: 17
જૂનાગઢમાં આજ સુધીમાં નોંધાયેલા કુલ 25 પોઝીટીવ કેસમાંથી કુલ 8 લોકોની તબિયત એકદમ સારી થઈ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવેલ છે. આ દર્દીઓની વિગતપૂર્ણ માહિતી નીચે મુજબ છે.
સૌ પ્રથમ તા.11મી મેના રોજ ભેસાણ ખાતેથી નોંધાયેલા પ્રથમ બન્ને દર્દીઓને રિકવરી મેળવતા રજા આપવામાં આવી હતી. ત્યારબાદ તા. 19મી મેના રોજ જૂનાગઢના મધુરમમાંથી પોઝીટીવ નોંધાયેલા યુવક અને માંગરોળના કવોરંટાઇન સેન્ટરમાંથી પોઝીટીવ આવેલ યુવકની સ્થિતિમાં સુધાર આવતા તે બન્નેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ આજે તા.25મી મેના રોજ વિસાવદરના બરડીયા ખાતેથી જે 4 દર્દીઓના પોઝીટીવ રિપોર્ટ આવેલા હતા તેમને રજા આપવામાં આવી છે.
આમ, જૂનાગઢ જિલ્લાના કુલ 25 કેસમાંથી 8 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવતા હાલ માત્ર 13 લોકો જ સારવાર હેઠળ છે અને જે લોકો સરબર હેઠળ છે તેમની તબિયત પણ હાલ સ્થિર છે.
Also Read : 5 awesome gadgets on Amazon under Rs. 500.