ગુજરાત કોરોના અપડેટ : તા.22મી મેના રોજ નવા નોંધાયેલા કેસ સામે ડિસ્ચાર્જ થયેલા લોકોની સંખ્યા વધુ!

કોરોના

ગુજરાતમાં આજે બીજીવાર કોરોના ના નવા ઉમેરાયેલા કેસ સામે કોરોનાને મ્હાત આપીને ઘરે ગયેલા લોકોની સંખ્યા વધુ નોંધાઇ છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને સમગ્ર દેશમાં કોરોના સામેનો રિકવરી રેટ ખાસ્સો સારો નોંધાય રહ્યો છે. અહીં ગુજરાત અને ભારતની કોરોનાની સ્થિતિ વિશે ચર્ચા કરીશું.

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:- 

  • તારીખ: 22મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,18,447 (નવા 6,088 કેસ ઉમેરાયા)
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 66,330 (નવા 2,706 એક્ટિવ કેસ થયા)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 48,534 (વધુ 3,234 દર્દીઓ રિકવર થયા.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,583 (વધુ 148 દર્દીઓનું મૃત્યુ થયું.)

ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 13,000ને વટી ચુક્યો છે. આજ તા.22મી મેના રોજ ગુજરાતમાં નવા 300થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે આજે સારી વાત એ છે કે, છેલ્લા 24 કલાકમાં 300થી વધુ લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ દર્શાવેલ છે.

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-

  • તારીખ: 22મી મે, 2020
  • સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 13,273 (નવા 363 કેસ નોંધાયા)
  • કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,591 (જેમાંથી 63 લોકો વેન્ટિલેટર પર છે.
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,880 (વધુ 392 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 802 (વધુ 29 લોકોના મૃત્યુ થયા.)

કોરોના

ભારત અને ગુજરાત બાદ હવે આપણાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ. ગત 24 કલાકમાં કેશોદ ખાતેથી એક જ પરિવારના 2 મહિલા અને એક પુરુષ કુલ 3 પોઝીટીવ દર્દીઓ નોંધાયા છે. જેથી અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં કુલ 17 પોઝીટીવ કેસ નોંધાયેલા છે, જેમાંથી 4 દર્દીઓની તબિયત સંપૂર્ણપણે સારી થઈ ચૂકી હોવાથી રજા અપાઈ છે અને આ સિવાય બીજા તમામ દર્દીઓની સ્થિતિ પણ કાબુમાં છે.

કોરોના

જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-

  • તારીખ: 22મી મે, 2020
  • સમય: 5:00 PM
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 17
  • કુલ એક્ટિવ કેસની સંખ્યા: 13
  • સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 4
  • મૃત્યુઆંક: 0

Also Read : જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા યાત્રાળુઓ માટે બે માહિતી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે.