ગુજરાતમાં અને ભારતમાં કોરોના વાઇરસના પોઝીટીવ કેસનો આંકડો કૂદકે નવા ભૂસકે વધી જ રહ્યો છે. જેના કારણે હાલ ભારતમાં કોરોનાનો આંકડો 1 લાખ 31 હાજરને વટી ચુક્યો છે. ગુજરાતમાં પણ કોરોનાના આંકડા 14,000ને પાર થઈ ચૂક્યા છે. આ સાથે જ અહીં દેશમાં કોરોનાની શુ સ્થિતિ છે તે જાણીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
તારીખ: 24મી મે, 2020
સમય: સવારે 8:00 વાગ્યા સુધી
કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,31,868 (નવા 6,767 કેસ ઉમેરાયા)
કુલ એક્ટિવ કેસની સંખ્યા: 73,560 (નવા 3,963 એક્ટિવ કેસ થયા)
કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 54,441 (વધુ 2,657 દર્દીઓ રિકવર થયા.)
કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,867 (વધુ 147 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 14,000ને વટી ચુક્યો છે. આજ તા.24મી મેના રોજ ગુજરાતમાં ફરી નવા 350થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ દર્શાવેલ છે.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 24મી મે, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 14,063 (નવા 394 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,793
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 6,412 (વધુ 243 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 858 (વધુ 29 લોકોના મૃત્યુ થયા.)
ભારત અને ગુજરાતના કોરોના સંબંધિત આંકડા જાણ્યા બાદ હવે જૂનાગઢ જિલ્લાના કોરોનાના આંકડાઓ પર એક નજર કરીએ. આજનો દિવસ જૂનાગઢ માટે કંઈક અંશે રાહતપૂર્ણ કહેવાય, કારણ કે છેલ્લા 24 કલાકમાં જૂનાગઢ જિલ્લામાં એક પણ કોરોનાનો પોઝીટીવ કેસ નોંધાયો નથી. અહીં તા.25મી મેના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં જૂનાગઢમાં નોંધાયેલા કોરોનાના આંકડા વિશે માહિતી મેળવીએ.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-
- તારીખ: 24મી મે, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 25
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 21
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 4
- મૃત્યુઆંક: 0
Also Read : Swachta Janjagruti Rally