કોરોના : છેલ્લા થોડાક સમયથી દેશમાં કોરોના ના પોજીટીવ કેસમાં ધરખમ વધારો નોંધાઇ રહ્યો છે. જેના કારણે દેશમાં કુલ પોજીટીવ કેસનો આંક 4.50 લાખને પાર થઈ ચૂક્યો છે. સાથે જ મૃત્યુઆંકમાં પણ હવે ધીમે ધીમે વધારો થતો જાય છે. જો કે હાલના તબક્કે અન્ય દેશોની સરખામણીમાં ભારતનો મૃત્યુદર ઘણો ઓછો છે. જેના પરથી અહીની તબીબી સારવારની ક્ષમતા વિષે તાગ મેળવી શકાય છે.
હવે અહી દેશના કોરોનાના આકડા વિષે ચર્ચા કરીએ તે પહેલા આપણાં ગુજરાત રાજયના કોરોનાના આકડા વિષે થોડી ચર્ચા કરી લઈએ. ગુજરાતમાં પણ છેલ્લા એક મહિનાની અંદર કોરોનાના પોજીટીવ કેસ અને મૃત્યુદરમાં નોંધપાત્ર વધારો દેખાઈ છે. દરરોજ હવે સરેરાશ 400-500 નવા પોજીટીવ કેસ નોંધાતા જ હોય છે. જો કે અહી એક સારી વાત એ પણ છે કે, રાજયમાં 72 % લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. જે ખરેખર સારી બાબત છે, આ તમામ ઉતાર ચઢાવ સાથે હાલ રાજયમાં કોરોનાની સ્થિતિ કઈક આ મુજબ છે.
ગુજરાતની કોરોનાસંબંધિત માહિતી: (ગઇકાલ સુધીની માહિતી)
- તારીખ: 23મી જૂન, 2020 (મંગળવાર)
- સમય: સાંજે 5 વાગ્યા સુધી
- કુલ પોજીટીવ કેસની સંખ્યા: 28,492 (નવા 549 કેસનો ઉમેરો થયો.)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 20,521 (વધુ 604 લોકો રિકવર થયા.)
- મૃત્યુઆંક: 1,711 (વધુ 26 લોકોનું દુઃખદ અવસાન થયું.)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 6,197
ગુજરાતનાં કોરોનાના આકડા જાણ્યા બાદ હવે ભારતના કોરોનાના આકડા પર એક નજર કરીએ.
ભારતની કોરોના સંબંધિત માહિતી:
- તારીખ: 24મી જૂન, 2020 (બુધવાર)
- સમય: સવારે 11 વાગ્યા સુધી
- કુલ પોઝિટિવ કેસની સંખ્યા: 4,56,183 (નવા 15,968 કેસનો ઉમેરો થયો.)
- રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 2,58,685 (વધુ 10,495 લોકો રિકવર થયા.)
- મૃત્યુઆંક: 14,476 (વધુ 465 લોકોનું દુઃખદ અવસાન થયું.)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 1,83,022
આમ, દેશમાં અત્યાર સુધી કુલ 4 લાખ 56 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાથી 2 લાખ 58 હજારથી વધુ લોકો રિકવર થઈ ચૂક્યા છે.
Also Read : PrakrutiMitra really made this “Lili Parikrama” a “Green Parikrama” with their efforts.