ગઈ કાલે ગુજરાતના સ્વાસ્થ્ય વિભાગના અગ્રસચિવશ્રીની યોજાયેલી પ્રેસ કોન્ફરન્સ બાદ આજે સાંજ સુધીમાં નવા 191 કોરોના ના દર્દીઓ સામે આવ્યા છે. આ સાથે જ 15 દર્દીઓનું દુઃખદ અવસાન પણ થયું છે. અહીં ભારત અને ગુજરાતના કોરોનાના આંકડાઓ આપવામાં આવ્યા છે, જેની નોંધ લઈએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 24મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 23,452 (જેમાં 17,915 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 4,814
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 723
ગઈકાલે સાંજે નોંધાયેલા આંકડાઓ બાદ 24 કલાકમાં કોરોના પોઝીટીવ હોય તેવા નવા 191 કેસ નોંધાયા છે અને 7 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. છેલ્લા 6 દિવસથી રાજ્યમાં 200થી વધારે કોરોમાં પોઝીટીવ દર્દીઓ સામે આવતા હોય ત્યારે આજનો દિવસ કોરોના સંદર્ભે સામાન્ય રહ્યો હતો. આ સાથે જ અહીં ગુજરાતમાં કોરોનાની શુ સ્થિતિ છે તેનું એક માળખું આપેલું છે, જેના દ્વારા રાજ્યના જિલ્લાઓમાં કોરોનાની શુ સ્થિતી છે તે તપાસીએ.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 24મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 2,815 (જેમાં 2,423 કેસ એક્ટિવ છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 264
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 127
હવે વાત કરીએ આપણા જૂનાગઢ જિલ્લાની કે જ્યાં આજસુધી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. હાલ ભવનાથ ખાતે આઇશોલેશન સેન્ટર પણ ઉભું કરવામાં આવ્યું છે અને શહેરના મુખ્ય પ્રવેશસ્થાનો પર ચેકપોસ્ટ પણ ઉભી કરવામાં આવી છે. આ સાથે જ ટેસ્ટીંગ બાબતે પણ તંત્ર નિર્ણાયક રીતે કામ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે હજી પણ જૂનાગઢમાં રાહતપૂર્ણ વાતાવરણ જળવાઈ રહ્યું છે.
Also Read : નર્સિંગક્ષેત્રે ૪ માસ વિના મુલ્યે તાલીમ લઇ મેળવો NCVTનું સર્ટિફિકેટ