Junagadh News : જૂનાગઢ જૈન સંઘ દ્વારા જરૂરિયાત મંદ 1500 પરિવારોને 1 મહિનો સુધી ચાલે તેવી રાશનકિટનું વિતરણ કરાયું.

Junagadh News
Junagadh News : જૂનાગઢ જૈન સંઘ દ્વારા જરૂરિયાત મંદ 1500 પરિવારોને 1 મહિનો સુધી ચાલે તેવી રાશનકિટનું વિતરણ કરાયું.
  • જૂનાગઢમાં થયેલ મેઘતાંડવમાં અનેક પરિવારોને મોટી તારાજી વેઠવી પડી છે; જેમાં અનેક પરિવારોની ઘરવખરી સમેત અનાજ પણ તણાઇ જતા ભૂખ્યા રહેવાનો વારો આવે તેવી સ્થિતી નિર્માણ પામી હતી.
  • જેનો સર્વે કરતા અંદાજે 1500 જેટલા અસરગ્રસ્ત પરિવારો મળી આવ્યા હતા.
  • જે પરિવાર ભૂખ્યા ન સુવે તે માટે જૂનાગઢ જૈન સંઘ દ્વારા 1500 જેટલી રાશનકિટનું વિતરણ કરાયું છે.
  • જેમાં 10 કિલો ઘઉં, 5 કિલો બાજરો, 7 કિલો ચોખા, 2 કિલો તેલ, મસાલા સહિત રાશનની 40 જેટલી વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે!
  • મળતી માહિતી પ્રમાણે; આ રાશનકિટથી પરિવારોને કમસે કમ 1 મહિનો સુધી ભોજન માટે હડિયાપટ્ટી નહીં કરવી પડે!
  • રાશનકિટ વિતરણ માટે જયસુંદર સૂરિજી, હેમવલ્લભ સૂરિજી, મેઘદર્શન સૂરિજી, જયધર્મ સૂરિજી ઈત્યાદિ જૈન મહાત્માઓની પ્રેરણાથી જૂનાગઢ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, શેઠ આણંદજી કલ્યાણજી ટ્રસ્ટ સંચાલિત શેઠ દેવચંદ લક્ષ્મીચંદની પેઢી, ગીરનાર દર્શન ધર્મશાળા ટ્રસ્ટ વગેરે દ્વારા રાશન કીટનું આયોજન કરાયું હતું.
  • જેમાં કુમારપાળ શાહ, કલ્પેશ શાહ, ચાતુર્માસના લાભાર્થી દિલીપ શાહ પરિવાર તથા અન્ય દાતાઓના સહયોગથી કિટ તૈયાર કરવામાં આવી હતી.