Junagadh News : નવરાત્રી નિમિત્તે આગામી તા. 20 ઓક્ટોબરના રોજ જૂનાગઢ સંગ્રહાલય ખાતે તોરણ મેકિંગ વર્કશોપ તથા ‘શક્તિપૂજાના વૈશ્વિક આયામો’ વિશે વાર્તાલાપ યોજાશે.

Junagadh News : નવરાત્રી નિમિત્તે આગામી તા. 20 ઓક્ટોબરના રોજ જૂનાગઢ સંગ્રહાલય ખાતે તોરણ મેકિંગ વર્કશોપ તથા ‘શક્તિપૂજાના વૈશ્વિક આયામો’ વિશે વાર્તાલાપ યોજાશે.
  • રાજ્યના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગના પુરાતત્વ ખાતા તથા જૂનાગઢ સંગ્રહાલય દ્વારા આગામી શારદીય નવરાત્રિ પર્વ નિમિત્તે ખાસ કાર્યશાળા તથા વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે.
  • જે અંતર્ગત બેંગ્લોરના જાણીતાં કલા ઈતિહાસકાર તથા કલાકાર શિલ્પાબેન સગર દ્વારા તોરણ બનાવવાની કાર્યશાળા આગામી તા. 20 ઓક્ટોબર અને શુક્રવારે બપોરે 3 થી 4 દરમિયાન યોજાશે.
  • તોરણ બનાવવા માટેની વસ્તુઓ મ્યુઝિયમ તરફથી આપવામાં આવશે તેમજ આ જ દિવસે સાંજના 4 થી 5 વાગ્યા દરમિયાન ‘શક્તિપૂજાના વૈશ્વિક આયામો’ વિષય પર તેઓ વાર્તાલાપ પણ આપશે.
  • આ વર્કશોપમાં ગૂગલ ફોર્મ દ્વારા રજીસ્ટ્રેશન માટે નીચે આપેલી લિંક અથવા આ સાથે આપેલા સંગ્રહાલયના મોબાઈલ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.
  • નવરાત્રી નિમિત્તે યોજાનાર આ કાર્યક્રમોમાં જાહેર જનતાને સહભાગી થવા જૂનાગઢ સંગ્રહાલય તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
વધુ વિગતો માટે સંપર્ક: 83200 82742
કાર્યક્રમનું સ્થળ: જૂનાગઢ સંગ્રહાલય, તાજ મંજિલ, જમીન દફતર કચેરી પાસે, સરદાર બાગ, જૂનાગઢ.