Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત 1003 ભાવિકોનો મેળાપ કરાવ્યો.

Junagadh News : પરિક્રમાના 6 દિવસ દરમિયાન જૂનાગઢ પોલીસે વિખૂટા [પડેલા 138 બાળકો સહિત 1003 ભાવિકોનો મેળાપ કરાવ્યો.
  • જૂનાગઢ લીલી પરિક્રમા દરમિયાન જૂનાગઢ પોલીસે ચુસ્ત બંદોબસ્ત તૈનાત કર્યો હતો; જે અંતર્ગત 6 ઝોનમાં 2 એસારપીએફ કંપની સહિત 2841 જવાનો સાથેનો પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો.
  • આ ઉપરાંત પરિક્રમા રૂટ ઉપર 45 જેટલી રાવટી ઊભી કરવામાં આવી હતી.
  • જૂનાગઢ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમ બનાવીને કામગીરી કરવામાં આવી હતી.
  • પોલીસે પરિક્રમા દરમિયાન પેરા મોટરીંગ ફ્લાઇંગ કરીને મોનીટરીંગ કર્યું હતું.
  • આ સાથે મિલકત સંબંધી ગુન્હા ન બને તે માટે શંકાસ્પદ 1440 ઇસમોને છે કરીને કુલ 1599 ઇસમો સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
  • જ્યારે પોલીસે ટ્રાફિક વ્યવસ્થા જાળવવા 162 વાહનો ટોઇંગ કર્યા હતા તથા 12 વાહનો ડિટેન કર્યા હતા.
  • અત્રે નોંધનીય છે કે; પરિક્રમા દરમિયાન પોતાના પરિવારથી વિખૂટા પડેલા 1003 ભાવિકોનું સુખદ મિલન કરાવ્યું હતું, જેમાં 138 બાળકો, 460 મહિલાઓ અને 405 સિનિયર સીટીઝનનો સમાવેશ થાય છે.
  • આ ઉપરાંત જાહેરનામા ભંગ અન્વયે 159 કેસ કરવામાં આવ્યા હતા.