Junagadh News : આગામી 18 સપ્ટેમ્બરે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની મુદ્દત પૂર્ણ થશે; પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું!

Junagadh News
Junagadh News : આગામી 18 સપ્ટેમ્બરે જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખની મુદ્દત પૂર્ણ થશે; પ્રમુખ પદ માટે લોબિંગ શરૂ થઈ ગયું!
  • જૂનાગઢ જિલ્લા પંચાયતની ગત ચૂંટણી વર્ષ 2021 માં યોજાઇ હતી.
  • જિલ્લા પંચાયતની કુલ 30 બેઠકોમાંથી 22 ભાજપને, 6 કોંગ્રેસને અને 2 બેઠક અપક્ષને મળી હતી.
  • તે વખતે પ્રમુખ પદ માટે સામાન્ય મહિલા અનામત હતી; આથી શાંતાબેન ખટારિયાને પ્રમુખ અને વિપુલભાઈ કાવાણીને ઉપપ્રમુખનું પદ આપવામાં આવ્યું હતું.
  • હવે આગામી તા.18 સપ્ટેમ્બર 2023ના જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના હોદેદારોની અઢી વર્ષની મુદ્દત પૂર્ણ થશે.
  • આગામી અઢી વર્ષ માટે સામાન્ય પુરુષ અનામત છે, જિલ્લા પંચાયતમાં હાલ આઠ સભ્યો છે, જે સામાન્ય કેટેગરીમાં છે.
  • આગામી 18 સપ્ટેમ્બરના રોજ નવા પ્રમુખ તેમજ સમિતિના હોદેદારોની વરણી માટે બેઠક યોજાશે.
  • જેમાં પક્ષના વ્હીપ મુજબ નવા હોદેદારની વરણી કરવામાં આવશે; જેને લઈ હજુ મુદ્દત પૂર્ણ થવાને ત્રણ સપ્તાહ એટલો સમય બાકી છે, ત્યારે હાલ સભ્યો દ્વારા લોબિંગ શરૂ કરવામાં આવ્યું છે.
  • જિલ્લા પંચાયત સાથે જિલ્લાની તાલુકા પંચાયતના હોદેદારોની મુદ્દત પણ પૂર્ણ થઈ રહી છે; જેમાં મેંદરડા પ્રમુખ તરીકે એસ.સી.અનામત, વિસાવદરમાં એસ.ઈ.બી.સી.મહિલા તેમજ જૂનાગઢ, કેશોદ, માણાવદર અને માંગરોળમાં સામાન્ય મહિલા અનામત હોવાનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.