Corona Update : સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસ ગુજરાત સહિત સમગ્ર દેશમાં પોતાનું કદ વિસ્તારી રહ્યો છે. જો કે બીજા દેશોની સરખામણીએ ગુજરાત અને ભારતમાં રિકવર થનારા દર્દીઓની સંખ્યા ઘણી વધુ માત્રામાં છે. જેના વિશેની બીજી માહિતીઓ પણ અહીં આપેલી છે. જેની નોંધ લઈએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 21મી મે, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,06,750 (નવા 5,611 કેસ ઉમેરાયા)
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 61,149 (નવા 2,347 એક્ટિવ કેસ થયા)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 42,298 (વધુ 3,124 દર્દીઓ રિકવર થયા.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 3,303 (વધુ 140 દર્દીઓનું મૃત્યુ થયું.)
ભારત બાદ હવે ગુજરાત પર એક નજર કરીએ. ગુજરાતમાં હાલ કોરોના પોઝીટીવ કેસનો આંકડો 12,000ને પાર થઈ ગયો છે. આજ તા.20મી મેના રોજ ગુજરાતમાં વધુ 398 કેસ નોંધાયા છે. આ સાથે જ અહીં રાજ્યમાં કોરોના સંબંધિત બીજા આંકડાઓ દર્શાવેલ છે.
ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ:-
- તારીખ: 21મી મે, 2020
- સમય: સાંજે 5:00 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12,539 (નવા 398 કેસ નોંધાયા)
- કુલ એક્ટિવ દર્દીઓની સંખ્યા: 6,571 (જેમાંથી 47 દર્દીઓ વેન્ટિલેટર પર છે.)
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 5,219 (વધુ 176 લોકોએ કોરોનાને મ્હાત આપી.)
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 749 (વધુ 30 લોકોના મૃત્યુ થયા.)
ભારત અને ગુજરાત બાદ હવે આપણાં જૂનાગઢ જિલ્લાની વાત કરીએ. અત્યાર સુધીમાં જૂનાગઢમાં કુલ 12 પોઝીટીવ કેસ નોંધાયેલા છે, જેમાંથી 4 દર્દીઓની તબિયત સંપૂર્ણપણે સારી થઈ ચૂકી હોવાથી રજા અપાઈ છે અને આ સિવાય બીજા તમામ દર્દીઓની સ્થિતિ પણ કાબુમાં છે.
જૂનાગઢ જિલ્લાની કોરોના વાઇરસ સંબંધિત માહિતી:-
- તા.21મી મે, 2020
- સમય: 5:00 PM
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 12
- કુલ એક્ટિવ કેસની સંખ્યા: 8
- સાજા થયેલા દર્દીઓની સંખ્યા: 4
- મૃત્યુઆંક: 0
Also Read : ફિલ્મી હીરો-હિરોઈનો કરતાં તેમના આ કિડ્સ છે ફેમસ અને પોપ્યુલર! પહેલા નંબરે તો ધૂમ મચાવી દીધી છે…