Junagadh News : 23 થી 27 નવેમ્બર ગિરનારની લીલી પરિક્રમા યોજાશે; ઉતારા અન્નક્ષેત્ર મંડળની બેઠકમાં તિથી મુજબ તારીખ નક્કી કરવામાં આવી.
- દરવર્ષે કારતક અગિયારસથી કારતક સુદ પૂનમ સુધી ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે.
- પરિક્રમાના આયોજન અંગે ભગવાન જ્ઞાતિ સમાજ અને ટ્રસ્ટના ઉતારા મંડળની બેઠક યોજાઇ હતી.
- જેમાં તા.23 નવેમ્બરથી પરિક્રમાનો પ્રારંભ અને તા.27 નવેમ્બરના કારતક સુદ પૂનમના પૂર્ણ થશે.
- હાલ ગિરનાર ક્ષેત્રમાં નદી-નાળામાં પાણીથી ભરપૂર છે; ખેતીકામની સિઝન પૂર્ણ થઈ ગઈ છે, જેને લઈને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડશે.
- પરિક્રમામાં આવતા યાત્રિકોની સુવિધાઓ માંતે દિવાળી પૂર્વે તંત્ર દ્વારા બેઠક બોલાવવામાં આવે એવી માંગ ઉઠી છે.
- આ વર્ષે પરિક્રમામાં 15 લાખ જેટલા ભાવિકો ઉમટી પડશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.