છેલ્લા થોડાક દિવસોમાં કોરોના ના આંકડા બમણા વેગથી વધી રહ્યા હતા. જેમાં આજનો દિવસ કંઈક અંશે રાહતપૂર્ણ નીવડ્યો હતો. આજે નવા આકડાઓમાં થોડો કાબુ જોવા મળ્યો હતો. અહીં ગુજરાત અને ભારતના કોરોના સંક્રમિત દર્દીઓ અને બીજા આંકડાઓ આપવામાં આવ્યા છે. તેના પર એક નજર કરીએ.
ભારતના કોરોના સંબંધિત આંકડાઓ:-
- તારીખ: 20મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 17,656 (જેમાં 14,255 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
- કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 2,842
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 559
છેલ્લા થોડાક દિવસોમાં નોંધાયેલા કેસની તુલનાએ આજે નોંધાયેલ કેસમાં થોડીક રાહત જણાઈ હતી. આજે આવેલા પોઝીટીવ કેસનો આંકડો 100ની અંદર રહેવા પામ્યો હતો. અહીં ગુજરાત રાજ્યના કોરોના સંક્રમિત દર્દીઓ સહિતના બીજા આંકડાઓ પણ દર્શાવવામાં આવ્યા છે. જેની નોંધ લઈએ.
ગુજરાત રાજ્યના કોરોના ને લગતા આંકડાઓ:-
- તારીખ: 20મી એપ્રિલ 2020
- સમય: સાંજે 8:30 વાગ્યા સુધી
- કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,939 (જેમાં 1,718 કેસ એક્ટિવ છે.)
- વેન્ટીલેટર પર રાખવામાં આવેલ દર્દીઓની સંખ્યા: 19
- કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 131
- કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 71
રાજ્યમાં આજે માત્ર 98 નવા કેસ જ નોંધાયા હતા. જો કે આ પણ એક મોટો આંકડો જ છે, પરંતુ છેલ્લા થોડાક દિવસની સરખામણીએ આ અકડો થોડો રાહત આપનારો હતો. અહીં એક વાત ધ્યાને લેવા જેવી છે કે જે નવા કેસ સામે આવી રહ્યા છે તે મુખ્યત્વે હોટસ્પોટના વિસ્તારોમાંથી જ આવી રહ્યા છે. એટલે કે નવા સંક્રમણનું પ્રમાણ કાબુમાં આવી રહ્યું છે અને જો લોકડાઉન તેમજ સોશ્યિલ ડિસ્ટનસિંગનો સંપૂર્ણ અમલ થાય તો શક્ય છે કે ટુક સમયમાં જ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી શકાય.
ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.
Also Read : May the soul of Shri Jitubhai rest in Paradise.