નવા નોંધાયેલા 108 કેસ સહિત જાણીએ 11:30 AM સુધીના રાજ્યના જિલ્લા મુજબના કોરોના સંબંધિત આંકડાઓ વિશે…

કોરોના

ગઈ કાલે યોજાયેલી પત્રકાર પરિષદ બાદ રાજ્યમાં ફરી નવા 108 કેસ સામે આવ્યા છે. આ સાથે જ હાલ ગુજરાતમાં કોરોના પોઝીટીવ દર્દીઓનો આંકડો 1,800ને પર થઈ ચૂક્યો છે. અહીં ગુજરાત અને ભારતના કોરોના સંક્રમિત દર્દીઓ અને બીજા આંકડાઓ આપવામાં આવ્યા છે. તેના પર એક નજર કરીએ.

કોરોના

ભારતના કોરોના સંબંધિત આંકડાઓ

  • તારીખ: 20મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 17,265 (જેમાં 14,175 એક્ટિવ-સ્ટેબલ કેસ છે.)
  • કુલ રિકવર-ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા: 2,547
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 543

કોરોના

ગુજરાત રાજ્યના કોરોનાને લગતા આંકડાઓ

  • તારીખ: 20મી એપ્રિલ 2020
  • સમય: સવારે 11:30 વાગ્યા સુધી
  • કુલ પોઝીટીવ કેસની સંખ્યા: 1,851 (જેમાં 1,678 કેસ એક્ટિવ છે.)
  • કુલ રિકવર થયેલા દર્દીઓની સંખ્યા: 106
  • કોરોના વાઇરસના દર્દીઓનો મૃત્યુઆંક: 67

અહીં એક વાત ધ્યાને લેવા જેવી છે કે જે નવા કેસ સામે આવી રહ્યા છે તે મુખ્યત્વે હોટસ્પોટના વિસ્તારોમાંથી જ આવી રહ્યા છે. એટલે કે નવા સંક્રમણનું પ્રમાણ કાબુમાં આવી રહ્યું છે અને જો લોકડાઉન તેમજ સોશ્યિલ ડિસ્ટનસિંગનો સંપૂર્ણ અમલ થાય તો શક્ય છે કે ટુક સમયમાં જ કોરોના સામેની લડાઈમાં જીત મેળવી શકાય.

ગુજરાત અને ભારત બાદ હવે એક નજર કરીએ આપણાં જૂનાગઢ જિલ્લા પર. જ્યાં આજ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. મેડિકલ સ્ટાફ દ્વારા હાલ સઘન ચેકીંગ ચાલુ કરવામાં આવ્યું છે, પરંતુ હજી સુધી કોઈ પોઝીટીવ કેસ સામે આવ્યો નથી. જેના માટે તંત્રને આભારી ગણી શકાય.

Also Read : Aapdu Junagadh wishes you and your family a Happy and Safe Holi !